________________
કઠિનતમ વાક્ય : મારી ભૂલ થઈ.
૧૩૯ હજુ ઓછો હશે, એક સગી મા જેવો નહીં હોય એમ સમજીને એ યુવતીએ વધુ ને વધુ ભોગ એની પાછળ આપવા માંડ્યો. પણ એ જેમ જેમ બાળકની વધુ કાળજી લેવા માંડી, તેમ તેમ બાળકના મનમાં વિપરીત જ અસર થવા લાગી. પીળિયો થયો હોય એને બધું પીળું જ દેખાય. બાળકની બુદ્ધિને પૂર્વગ્રહનો એવો પીળિયો લાગુ પડ્યો હતો કે યુવતીનો વધુ પ્રેમ જોઈને એ પાડોશીઓના શબ્દોને યાદ કરતો. “એ બધા કહેતા'તા એ સાચું હતું. સાચી મા નથી તો ય પ્રેમનો કેવો દેખાડો કરે છે. પણ હું કાંઈ એમ ફસાઈ જાઉં એવો નથી. એને સગી મા માની લઉં એવો ભોટ હું નથી.” પોતાની આ વિચારસરણીના કારણે એ તો યુવતીથી દૂર જ રહેતો. પુત્ર જેવી લાગણીઓ એ દેખાડતો નહીં. આથી એ યુવતીને ઘણું દુઃખ રહેતું. એણે વધુ કમર કસી. પણ એ બધું પૂર્વગ્રહના પત્થર પર પાણી રેડવા સમાન હતું. શરીરનું ગમે એટલું લાલન-પાલન કરાય, એ ક્યારેય જીવનું થતું નથી એમ એ પુત્ર એ માતાનો થયો નહીં.
ક્યારેક જ્યારે પુત્ર આનંદમાં હોય ત્યારે એ વહાલસોયી માતા પ્રેમસભર મીઠી મીઠી વાતો કરતી અને કહેતી “પણ બેટા ! તું મને “મા” તો કહે, હું તારી “મા” જ છું ને !” ત્યારે તિરસ્કાર કરતાં એ પુત્ર કહેતો કે, “છસ્ તમે મારી મા શાનાં ? કાંઈ તમારા પેટે થોડો જભ્યો છું ?” ને કોડભરેલી એ માતાની આંખમાંથી અમૃધોધ મનોરથોનાં મહેલની સાથે જમીનદોસ્ત થતો, દિલને એક જબરદસ્ત આઘાત લાગી જતો. માનવી ઉપગ્રહ છોડી શકે છે, પણ પૂર્વગ્રહ છોડી શકતો નથી ! કિન્તુ એ કર્તવ્યનિષ્ઠ નારી હતી. એણે ક્યારેય પુત્ર પર તિરસ્કાર ન કર્યો કે પુત્રની ઉપેક્ષા ન કરી. એકાંતમાં વહી જતા આંસુઓના ધોધ કરતાંયે વાત્સલ્યના ધોધને એણે વધુ તેજ બનાવ્યો. એમ ને એમ ચાર વર્ષ નીકળી ગયાં. પણ એ માતાની જે હરહંમેશ ખ્વાહિશ રહ્યા કરતી કે એનો પુત્ર એને “મા” કહીને બોલાવે, તે દરિદ્ર માણસની ઈચ્છાની જેમ પૂર્ણ ન થઈ.
એક દિવસની વાત છે. ડ્રોઇંગ રૂમના ટેબલ પર રહેતું ફલાવર પૉટ છોકરાથી કંઈક તોફાન કરતાં નીચે પડી ગયું ને ફૂટી ગયું. એ એકદમ ભયભીત બની ગયો. એ જાણતો હતો કે અત્યંત ઝીણી ઝીણી સુંદર નકસીઓવાળી અને પૂર્વજોથી ચાલી આવેલી એ ફૂલદાની એના પિતાને પ્રાણસમી પ્યારી હતી. પિતાજી ગુસ્સે ભરાય ત્યારે શું નું શું કરી નાખે છે એનો પણ એને બરાબર ખ્યાલ હતો. એટલે સાંજે જયારે પિતાજી ઘરે આવશે ને મેં ફૂલદાની તોડી નાખી છે એ જાણશે ત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org