________________
૧૪૬
હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં જવાબ આપણી પોતાની મનોવૃત્તિ પરથી મેળવી શકાય છે. આપણી કંઈક ભૂલ થઈ હોય ને કોઈ તરત ઠપકારે તો આપણે ખમી શકતા નથી. આપણી નજર સામે કોઈએ ભૂલ કરી, એ અંગે કંઈક કહેવું આવશ્યક લાગે છે, એ વગર સુધારો અશક્ય લાગે છે, તોય On the spot એ ભૂલ કહેવા બેસી જવાની ભૂલ આપણા તરફથી ન થવી જોઈએ. કોઈ વ્યક્તિ ભૂલ કરે છે એના પર કૉર્ટ પણ કાંઈ તુરત ચુકાદો આપી સજા ફટકારી દેતી નથી કે કર્મ પણ તુરંત એના અશુભ વિપાકો દેખાડવા માંડતું નથી. તો કોઈએ ભૂલ કરી ને વળતી પળે જ એને ઠપકાની સજા કરી દેવાની રજા આપણને શી રીતે મળી જાય ? ઑન ધ સ્પૉટ ભૂલને ઠપકાર્યા કરનારો સામાની એકેય ક્ષતિને સન્તવ્ય ગણી શકતો નથી કે ઉદારતાથી ખમી શકતો નથી. દરેક વખતે ટોક્યા કરવું, એ સામાની વારંવારની ભૂલ કરતાંય ઘણી વાર પોતાની જ મોટી ભૂલ બની જાય છે.
એક ચેઇનસ્મોકરને ફેમિલી ડૉક્ટરે ગંભીર ચેતવણી આપી દીધેલી કે હવે જો એ સિગારેટ ફૂંકવાનું બંધ નહીં કરે તો એનું આરોગ્ય પણ ફૂંકાઈ જશે, એ કોઈ ભયંકર રોગનો ભોગ બની જશે. પણ એમ કોઈની ચેતવણીને સ્વીકારી લે તો સિગારશોખીન શાનો ? એમ તો સિગારેટની દરેક જાહેરાતો ને દરેક પાકીટ પર પણ ચેતવણી શું નથી હોતી કે, “સિગારેટ પીવી એ આરોગ્યને નુકશાનકર્તા છે.” અનંતાનંત તીર્થંકર પરમાત્માઓએ પાંચેય ઇન્દ્રિયના દરેક વિષય પર લેબલ માર્યું છે કે “વિષયો ભોગવવા એ આત્માના સ્વાથ્યને ભયંકર નુક્શાન કરનારું છે. સુખ વિષયનું અલ્પ, અપાય અનંત.” તેમ છતાં સંસારના રસિયા જીવો વિષયો ભોગવવાનું જેમ છોડતા નથી, એમ ધુમ્રપાનના રસિયા જીવો સિગારેટ છોડતા નથી. વર્ષોના આ ચેઈનસ્મોકરે ડૉક્ટરની ચેતવણીને સાંભળી-ન સાંભળી કરી નાખી. પણ એની પત્નીને ફફડાટ પેસી ગયો. છેલ્લાં ત્રણેક વર્ષથી સિગારેટના કારણે આને કંઈ ને કંઈ થયા કરતું. ત્યારથી એની પત્ની એને સિગારેટ બંધ કરવાનું કહે કહે કરતી હતી. પણ આ તો- ધૂમપાનું માનું છોટે મોટે ભાનમ્ એવું માનનારો હતો. ડૉક્ટરે આપેલી આ છેલ્લી ગંભીર ચેતવણી સાંભળીને એની પત્નીએ નિર્ધાર કર્યો હતો કે હવે ગમે તે રીતે સિગારેટ બંધ કરાવવી. એ માટે એણે ઘણા પ્રયાસો કર્યા, પણ પત્થર પર પાણી. એ અરસામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org