________________
૧૩૩
કઠિનતમ વાક્ય : મારી ભૂલ થઈ.
છે ત્યારે વહુના દિલમાં પણ થડકારો પેસી જાય છે. ‘હમણાં સાસુ ખીજાશે તો હું શું બચાવ કરીશ ?” એની પેરવીમાં એ પડે છે. એ વખતે જાણવા છતાં જો સાસુ ખામોશ રહે છે ત્યારે વહુના દિલમાં અવનવા ભાવો સ્થાન લે છે. ‘હમણાં તડુકશે’ ‘હમણાં કંઈક સંભળાવશે’ એવી વિચારણા અને ભયની કલ્પનામાં રહેલી વહુની ધારણા જ્યારે વાસ્તવિકતા નથી બનતી ત્યારે નિર્ભયતા આવવાથી તેમજ “મારાં સાસુ ગંભીર છે, ઉદારમના છે, એમ કાંઈ તડકાવી નાખે એવાં નથી.’ એવો સદ્ભાવ વહુના દિલમાં ઊભો થયો હોવાથી વહુ સ્વયં સાસુના પગમાં પડીને પોતાની ભૂલનો સ્વીકાર કરી લે છે. આપણી આસપાસ રહેલાં જીવો કાંઈ સાવ નાલાયક કે લાગણીશૂન્ય હોતાં નથી. ‘સામાની ભૂલ થઈ, એટલે એની કબૂલાત કરાવવી જ' એવી માનવસહજ લાગણીને આપણે રોકી, તો, ભૂલનો સ્વીકાર ન કરવો એવી માનવસહજ લાગણીને સામી વ્યક્તિ પણ દબાવશે. તેથી સાપ મરે નહીં ને લાકડી ભાંગે નહીં... ભૂલના સ્વીકાર રૂપ કાર્ય થઈ જવા છતાં કોઈ કડવાશ કે અંતર ઊભાં નહીં થાય.
આમ સ્વભૂલનો સ્વીકાર કરી લેવાથી જે પરસ્પર આદરભાવની વૃદ્ધિ વગેરે શુભ પરિણામ આવે છે તે સામાની ભૂલને ગળી જવાથી પણ આવે છે. આનાથી વિપરીત સ્વભૂલનો સ્વીકાર ન કરવાથી અને સામાની ભૂલનો સ્વીકાર કરવાનો પ્રયાસ કરવાથી સંઘર્ષો ઊભા થાય છે, સામસામી દલીલો ને તર્કો ચાલે છે. એમાંથી સાચા-ખોટા આક્ષેપોની શરૂઆત થાય છે, યાવત્ ક્યાં સુધીનું ભયંકર સ્વરૂપ ધારણ થાય તે કહી શકાતું નથી. માટે જેણે સંઘર્ષોથી બચવું હોય, ક્લેશ અને કજિયાથી છૂટવું હોય, પરસ્પર સ્નેહ અને આદરથી જીવવું હોય તેણે આ સૂત્ર અપનાવવું જોઈએ કે સ્વભૂલનો તુરંત સ્વીકાર કરવો અને સામાની ભૂલનો સ્વીકાર કરાવવા કોઈ પ્રયાસ ન આદરવો.
નવસારીના એક ડોસાનો ખ્યાલ છે. એને નિયમ છે કે ભાણે જે પીરસે ને જેવું પીરસે તે ખાઈ લેવાનું. ભોજન કરતી વખતે કે પછી પણ કાંઈ જ કહેવાનું નહીં. એક વાર જમવા બેસેલા. પુત્રવધૂએ એક રોટલી પીરસી ને કંઈક બીજા કામમાં પરોવાઈ ગઈ. એ પછી સીધા ભાત પીરસી દીધા. સસરા તો ખાઈને ઊભા થઈ ગયા. પાછળથી વહુને ખ્યાલ આવ્યો. ‘બાપા ! માફ કરજો, આજ ભૂલ થઈ ગઈ.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org