________________
૧૩૨ .
હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં વિદાય લીધી.
જ્યારે એક વ્યક્તિ કોઈ ભૂલ કરે છે ત્યારે સાહજિક રીતે એ ભૂલનો બચાવ કરવો, ઇનકાર કરવો' એ, એ વ્યક્તિનો પક્ષ બની જાય છે. અને “એ ભૂલની કબુલાત કરાવવી” એ સામી વ્યક્તિનો પક્ષ બની જાય છે. સામાન્યથી બન્ને વ્યક્તિ પોતપોતાના પક્ષના વિજય માટે પ્રયાસ કરે છે. જેના કારણે સંઘર્ષ પેદા થાય છે. બન્ને પક્ષે જીભડીનું જો જોર હોય, અને વિવેક જો કમજોર હોય તો સામાન્ય ભૂલમાંથી પડેલા આ બે પક્ષ ક્યાં જઈને અટકે એ કલ્પી શકાતું નથી. આના બદલે ભૂલ કરનાર વ્યક્તિ જો પહેલેથી જ સ્વભૂલનો સ્વીકાર કરી લે છે, તો એનો અર્થ એ થાય કે એ વ્યક્તિ સામાના પક્ષમાં બેસી ગઈ. “એ વ્યક્તિ મારા પક્ષની બની ગઈ.” એવી પ્રતીતિ થવાથી સામી વ્યક્તિને એના પર લાગણી થાય છે. તેમજ મોટો ભાગ સ્વભૂલનો સ્વીકાર નથી કરતો એવી જે વાસ્તવિકતા છે એના કારણે, આ જયારે સ્વભૂલનો સ્વીકાર કરી લે છે ત્યારે “આ મોટાભાગના જીવો કરતાં વિશિષ્ટ છે.” એવો એક સદ્ભાવ સામી વ્યક્તિના દિલમાં ઊભો થાય છે. વળી પોતાના પક્ષનું જે કાર્ય હતું કે, “સામાની ભૂલનો એકરાર કરાવવો' એ તો થઈ ગયું. એટલે હવે એ સામી વ્યક્તિને પોતાનું કોઈ કાર્ય ન રહેવાથી ભૂલ કરનારનું કાર્ય એ કરવા માંડે છે. આમેય ભૂલ કરનાર વ્યક્તિ પોતાના પક્ષમાં ભળી ગઈ એટલે એના પક્ષમાં ભળવાનું એક અંદરથી ખેંચાણ તો ઊભું થયું હોય છે જ. એટલે ભૂલ કરનારો જેમ જેમ પોતાની ભૂલનો સ્વીકાર કરતો જાય છે તેમ તેમ આ સામી વ્યક્તિ એની ભૂલનો બચાવ કરતી જાય છે. તેથી કોઈ જ બોલાચાલી કે સંઘર્ષ તો નથી થતાં, પણ ઉપરથી પ્રેમ, સંભાવ ને આદર વધે છે, જેના કારણે ભવિષ્યમાં એવી ભૂલ ન થાય એની કાળજી રખાય છે.
આ જ રીતે એકની ભૂલ પર જ્યારે સામી વ્યક્તિ ગમ્ ખાઈ જાય છે, એની ભૂલને જાણવા છતાં એનો સ્વીકાર કરાવવા કોઈ જ 'પ્રયત્ન નથી કરતી, એટલું જ નહીં એ અંગેની કોઈ જિજ્ઞાસા કે આતુરતાય નથી દેખાડતી, જાણે કે કોઈ ભૂલ જ નથી થઈ, એ રીતે વર્તે છે ત્યારે ભૂલ કરનાર વ્યક્તિના દિલમાં પણ આ સામી વ્યક્તિ પર એક ઊંડો અહોભાવ પ્રગટે છે. સાસુના દેખતાં વહુથી જ્યારે ભૂલ થઈ જાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org