________________
૧૩૦ -
હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં
માટે મારે એની ભૂલની કબુલાત કરાવવા પ્રયાસ કરવો ન જોઈએ. નહીંતર હું કબુલાત કરાવવા પ્રયાસ કરીશ ને એ બચાવ કરવા પ્રયાસ કરશે. એમાંથી સંઘર્ષ, સંક્લેશો ને શત્રુતા પેદા થશે. શત્રુતાથી બચવા માટે આ અનાદિની ચાલને તિલાંજલિ આપવી પડશે. પોતાની ભૂલને નાની નહીં પણ મોટી માનવી, નેગ્લીજીબલ નહીં પણ રિમાર્કેબલ માનવી, સામાની ભૂલ માટે આનાથી વિપરીત માન્યતાવાળા થવું એ સંક્લેશ રોકવા માટે ઘણું આવશ્યક છે. એટલે જ પોતાની ભૂલનો બચાવ ન કરવો પણ કબુલાત કરી લેવી અને સામાની ભૂલની કબુલાત ન કરાવવી એ શત્રુતાને ફેલાતી અટકાવી મીઠા સંબંધો વધારવાની અસરકારક ચાવી છે.
આ દુષ્કર નહીં, અતિદુષ્કર છે, કેમકે પોતાની ભૂલનો સ્વીકાર કરવામાં અહંકારને તોડવો પડે છે. કાયાને તોડી નાખવી હજુ સહેલી છે, પણ અહંકારને તોડવો સહેલો નથી.
એક વાર જુદી જુદી ભાષાઓના સાક્ષરો ચર્ચાવિચારણા માટે ભેગા થયા હતા. એમાં વાત નીકળી કે દરેક ભાષામાં કઠિનમાં કઠિન વાક્ય કયું છે ? એટલે તરત એક સન્માનનીય બુઝર્ગ વિદ્વાને કહ્યું કે, “માણસને કોઈપણ ભાષામાં બોલવું જે અતિ કઠિન લાગે છે તે વાક્ય આ છે કે મારી ભૂલ થઈ. દરેક ભાષામાં સૌથી ઓછો પ્રયોગ આ વાક્યનો થાય છે. એના પરથી જણાય છે કે એ જ કઠિનતમ વાક્ય છે.”
આમ પોતાની ભૂલનો સ્વીકાર કરી લેવો એ દુષ્કર કાર્ય છે. માટે જ પોતાની ભૂલને જે સ્વીકારી લે છે એ મહાન બને છે. માટે જ એની પ્રત્યે અન્ય જીવોને એક પ્રકારનું આકર્ષણ અને સદ્ભાવની લાગણી ઊભી થાય છે. આના કારણે વિરોધી વ્યક્તિ પણ પોતાની બની જાય છે. ક્યાંક વાંચવા મળેલો એક કિસ્સો યાદ આવે છે.
એક શહેરની બહાર એક બહુ વિશાળ રમણીય ઉદ્યાન હતું. ત્યાંનું વાતાવરણ ઘણું જ ખુશનુમા હતું. લોકો સાંજના સમયે ફરવા આવે ને તાજગી અનુભવે. બાકીના સમયે એટલી અવરજવર ન રહેતી. એક મહાશય પોતાના નાના શિકારી કૂતરાને લઈને રોજ મોનીંગવૉક માટે આવે. બંધન કોઈને ગમતું નથી. એટલે એ કૂતરો સાંકળના બંધનને ઇચ્છતો નહીં. તેથી, બાંધ્યા વગર કૂતરાને લઈ જવાનો નિષેધ હોવા છતાં એ મહાશય કૂતરાને બાંધ્યા વગર લઈ જતા, કેમકે સવારે લોકોની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org