________________
ભૂલ : ભૂલી જવા યોગ્ય હોય તે....
૧૨૫
third.. આ સહજ વાત છે. નાની નાની વાતમાં છૂટાછેડા લઈ લેવાવાળાની ત્યાં કમી નથી. ચર્ચમાં મૅરેજ કરીને તરત જ ડાયવોર્સ માટે કોર્ટ તરફ જઈ રહેલા યુગલને પૂછવા પર ખબર પડી કે “પત્નીએ પતિ કરતાં મોટી સહી કરી. માટે છૂટાછેડા જોઈએ.”
પરદેશની એક અભિનેત્રીએ કોણ જાણે કેટલી વાર લગ્ન કર્યા ને કેટલી વાર ડાયવૉર્સ લીધા.... પણ આશ્ચર્યની વાત એ હતી કે એણે એક જ પુરુષ સાથે પાંચ-પાંચ વાર લગ્ન કર્યા, કારણ કે દરેકમાં કંઈક ને કંઈક ભૂલ એ જોતી અને પછી એને થતું કે આના કરતાં તો પેલો ઠીક હતો. તો ચાલો પેલાને ફરીથી પરણી જાઉં... પાછી ભૂલ જોવાની. પાછા છૂટાછેડા... પુનઃ પુનઃ એ જ ચક્કર.... ફરી લગ્ન-ફરી છૂટાછેડા... આખરે એ એડ્રેસે આત્મહત્યા કરી લીધી.. કારણ કે એને એવો કોઈ આદમી ન મળ્યો જેમાં કોઈ જ ખામી ન હોય.. અને એને ખામી-ભૂલ જોવાની એટલી આદત પડી ગઈ હતી તથા એ એટલી અસહિષ્ણુ બની ગઈ હતી કે એ તરત જ તલ્લાક લઈ લેતી. આવી રીત અપનાવવાથી એને શાંતિ ને બદલે અશાંતિ જ મળી... સુખના બદલે દુઃખની અસહ્ય અગનજવાળાઓ જ મળી.. કાશ ! એ થોડી સહિષ્ણુ બની હોત ! બીજાઓની ભૂલોને ખમી ખાવાની ઉદારતા કેળવી શકી હોત !
એટલે, સાથીદારની ભૂલોને ગળી જવી, ગમ ખાવી....સહિષ્ણુતા કેળવવી. પણ છૂટાછેડાનું તો નામ જ ન લેવું...આવી ભારતીય સંસ્કૃતિ જ વસ્તુતઃ હિતાવહ છે. એ સહુ કોઈ સમજી શકે એવી વાત છે.... માટે, - જેની સાથે સંબંધ બંધાયાને ઠીક ઠીક કાળ પસાર થઈ ગયો છે અને એ સંબંધના કારણે આપણને ઘણો આનંદ પણ પ્રાપ્ત થયો છે... પણ હવે એની સાથે કોઈ વાતમાં વાંકું પડ્યું ને આપણે એની ભૂલો જોતા થઈ ગયા. જે વ્યક્તિ અત્યાર સુધી ખુબીઓથી ભરેલી લાગતી હતી તે હવે ખામીઓથી જ ભરેલી દેખાવા માંડી છે. મને પણ કમાલ છે ને ! જે અત્યાર સુધી ખુશબૂદાર લાગતી હતી તે હવે બદબૂદાર લાગે છે..... એ વ્યક્તિ હવે માત્ર ખામી ભરેલી લાગે છે અને તેથી આપણે એની સાથેનો સંબંધ પૂરો કરવા તૈયાર થઈ જઈએ છીએ. પણ સબૂર ! ઉતાવળ ન કરવી. ચિત્તને થોડું સ્થિર કરવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org