________________
૧૧૪
હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં રાખીને સંકલેશો જ ઊભા કરવાના છે ને કે બીજું કાંઈ ? આ તો દુઃખી થવાના જ ધંધા છે કે અન્ય કાંઈ ? જ્યાં સુધી મોહરાજાની આજ્ઞા આ જીવ ઉઠાવતો રહેવાનો છે, ત્યાં સુધી મોહરાજા જીવ પાસે આવી જ ચાલ ચલાવવાનો છે. આવી અનાદિની ચાલ ચાલીને જીવ જાતે દુઃખી થવાનો છે. કેવી અવળી ચાલો મોહરાજાએ શીખવાડી છે ! કો'કને માટે કો'ક કલ્પનાથી એક વાર નરસી છાપ ઊભી થઈ ગઈ, તો પછી એનું ગમે એટલું સારું વર્તન જોવા છતાં, એણે મારું આ આ સારું કામ કર્યું, એવું સ્વયં અનુભવવા છતાં, એ પૂર્વની ઊપસી ગયેલી છાપને જલ્દીથી ભૂસવા માનવા તૈયાર થતો નથી. જ્યારે કો'કના વારંવારના સારા વર્તનથી કદાચ ક્યારેક કોક સારી છાપ ઊભી થયેલી હોય છે એને જીવ, એનું એક જ વારનું નરસું વર્તન જોઈને (અરે, જોઈને શું ? માત્ર એની કલ્પના કરીને) ભૂંસી નાખવા તૈયાર થઈ જાય છે. મગધસમ્રાટ શ્રેણિક અને મહારાણી ચેલ્લણા વિશ્વવત્સલ શ્રીમહાવીરદેવને વંદનાદિ કરીને સંધ્યાકાળે પાછા ફરી રહ્યાં હતાં. નગરબહાર નદીકિનારા જેવા સ્થાનમાં, નદી કરતાંય શીતળ અને પવિત્ર એક મહાત્માને કાઉસ્સગ્ગ ધ્યાનમાં જોયા. બન્ને ભાવવિભોર બનીને વંદન કર્યું. રાજમહેલ પહોંચીને સંધ્યાકાર્યથી પરવાર્યા. રાત્રીનું આગમન થયું. ઠંડી કહે મારું કામ ! એવી કાતિલ ઠંડી પડી કે મધરાતે જયારે ચેલણાનો એક હાથ રજાઈમાંથી બહાર નીકળી ગયો, તો એક ભયંકર ધ્રુજારી એના શરીરમાંથી પસાર થઈ ગઈ. ચેલણા મહારાણીની નિદ્રા ઊડી ગઈ. રાજમહેલમાં હોવા છતાં પોતાના હાથની આ હાલત જાણીને રાણીને, મહાત્મા યાદ આવી ગયા, ને સહસા મુખમાંથી શબ્દો સરી પડ્યા “એમનું શું થતું હશે ?' આ શબ્દો શ્રેણિકરાજાના કાનમાં પડ્યા ને મનમાં હું જેને સતી માનું છું એ પણ કોઈ અન્ય પુરુષના વિચારમાં રમે છે.” આવી કલ્પનાએ સ્થાન જમાવ્યું. “મહારાણી ચેલ્લણા પતિવ્રતા
સ્ત્રી છે.” એવી વરસોના અનુભવથી ઊપસેલી છાપ આ એક જ પ્રસંગ પર થયેલી કલ્પનાના કારણે ભૂંસાઈ ગઈ. વિપરીત છાપ ઊભી થઈ ગઈ ને યાવત્ અંતઃપુરને જલાવી દેવાનું ફરમાન પણ છૂટી ગયું. જ્યારે મહાવીરદેવના શ્રીમુખે પોતાની શંકાનું નિવારણ થયું ત્યારે પોતાના અવિચારી ફરમાન પર ભયંકર બેચેની અનુભવવાનો અવસર આવ્યો. બસ ! મોહરાજાનું આ એક જ લક્ષ્ય છે કે દરેક રીતે જીવને ત્રાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org