________________
ભૂલ ભૂલી જવા યોગ્ય હોય તે.
૧૧૯
એને સંભળાવવાની પેરવીમાં રહેવું. જયાં સુધી લગ્ન નહોતાં થયાં, માત્ર વિવાહ થયા હતા ત્યાં સુધી એટલા નજીક આવવાનું નહોતું થયું, જે મિલન થતું, એ પણ ૨-૪ કલાક માટેનું જ, એમાંય એકબીજાનું કોઈ કામ તો ખાસ કરવાનું રહેતું જ નહીં, માત્ર મસ્તીની વાતો કરવાની રહેતી. એટલે એકબીજાની ભૂલો થતી નહીં કે દેખાતી નહીં. પણ લગ્ન બાદ તો એકદમ નજીક આવી ગયાં. ચોવીસેય કલાક ભેગા રહેવાનું થયું અને એકબીજાનું કામ કરી આપવાનો વ્યવહાર ચાલુ થયો.
ડુંગર દૂરથી રળિયામણા” પર્વતને દૂરથી જુઓ, એ રળિયામણો જ લાગશે, તળાટી પરથી શિખર સુંદર જ દેખાય. પણ જેવા ઉપર પહોંચીએ કે પછી સુંદરતા તો ન દેખાય, પણ કાંટા ને કાંકરા નજરે ચઢવા માંડે. તળાટી પણ શિખરેથી રમણીય લાગે છે. શત્રુંજયની યાત્રાએ જઈએ ત્યારે ડુંગર પરથી નીચેનાં ખેતરો અને રસ્તાઓ કેવા મનમોહક લાગે છે ! ને ખરેખર નીચે આવી જઈએ ત્યારે ? લગ્ન પહેલાં એટલા બધાં નજીક નહોતાં, દૂર હતાં, માટે એકબીજાના ગુણો અને સુંદરતા જ દેખાતી હતી. પણ લગ્ન બાદ નજીક આવી ગયાં, હવે દોષોનું ખરબચડાપણું પણ નજરે ચડવાનું જ. વાસણો ભેગાં થાય એટલે ખખડાટ તો થવાનો જ.
મુંડે મુંડે મતિર્ભિન્ના. બન્નેની બુદ્ધિ, વિચારો, અભિપ્રાયો અને પસંદગીઓમાં ભેદ તો રહેવાનો જ. એમાંથી એકના વિચારો, અને ઇચ્છાઓને ઘા પણ પહોંચવાનો. જેના વિચારોને ઠેસ પહોંચે છે એ સભ્ય અન્ય સભ્યને એ માટે જવાબદાર લેખવી “આ એની ભૂલ છે' એમ જોતો થાય છે. એમ તો એના ઘણા વિચારોને અને ઇચ્છાઓને એ અન્ય સભ્ય પોતાની ઈચ્છા વગેરેને કચરીને માન આપ્યું જ હોય છે, પણ એ નજરે ચડતું નથી. આગળ કહી ગયો છું કે એક એવો જીવસ્વભાવ થઈ ગયો છે કે દસ સારી વાતોની એ નોંધ લઈ શકતો નથી ને નરસી એકપણ વાતને એ છોડી શકતો નથી. દાંત તો મુખમાં બત્રીશ હોય છે. પણ જે દાંતમાં કંઈક ભરાયું હોય કંઈક ગરબડ હોય એના પર જ જીભ વારેવારે જાય છે, ને આ દાંતમાં કંઈક ભરાયું છે એવું સંવેદન કર્યા કરે છે. શેષદાંતના તો અસ્તિત્વમાત્રનીય કોઈ નોંધ જીભ લેતી નથી.
શરીરનાં અનેક અંગોમાંથી બગડેલું અંગ જ વારેવારે યાદ આવ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org