________________
૧૧૨ -
હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં પણ એ બેમાં કેટલો બધો ફેર હોય છે ? દર્પણ તો જેવો એ પ્રસંગ ખસ્યો કે તરત પાછું જેવું હતું તેવું Neat and Clean, પ્રસંગની કોઈ જ નોંધ-કોઈ જ અસર નહીં, અને તેથી જ્યારે બીજો પ્રસંગ આવે, ત્યારે એનું પ્રતિબિંબ ઝીલવા માટેય એ તૈયાર હોય છે, એ યથાર્થ પ્રતિબિંબ ઝીલી શકે છે. જ્યારે ફોટો પ્રીન્ટ તો પ્રસંગની એવી નોંધ લે છે-પ્રસંગની એવી અસર ઝીલી લે છે કે કાયમ માટે એ જ એના પર અંકાઈ જાય છે. અને તેથી બીજા કોઈ જ પ્રતિબિંબને એ ઝીલી શકતું નથી. નજરે ચડતી અન્યની ભૂલને જેનું દિલ દર્પણની જેમ ઝીલે છે, એનું દિલ પાછું તુરંત સ્વચ્છ થઈ જાય છે. આ સ્વચ્છ થયેલા દિલમાં પછી, બીજીવાર જ્યારે એ વ્યક્તિ કોઈ સારું કાર્ય કરે છે ત્યારે એના એ સારા કાર્યનું પણ પ્રતિબિંબ પડી શકે છે. પણ જેનું દિલ અન્યની ભૂલોને ફોટો પ્રીન્ટની જેમ ઝીલે છે, એના દિલમાંથી એ દશ્ય ખસતું જ નથી. અને તેથી જ્યારે બીજી વખત એ અન્ય વ્યક્તિ સારું કાર્ય કરી રહી હોય, તોપણ એનું પ્રતિબિંબ પડતું નથી. મોટે ભાગે માનવીનું દિલ અન્ય વ્યક્તિની ભૂલ પ્રત્યે ફોટોપ્રીન્ટની જેમ વર્તે છે. એટલે એકવાર આ ભૂલનું દશ્ય ઝીલી લીધા પછી, અન્ય ગમે એટલા દશ્યો આવે ને ! ફોટોપ્રીન્ટની જેમ એ એને ઝીલતું જ નથી. ઈનકાર જ કરે છે. માટે તો કહ્યું છે ને કે, 'First Impression is the last impression.' પહેલી છાપ પડી ગઈ એ જ છેવટ સુધી ઊભી રહે છે.
X-Y-2 વ્યક્તિ સામે આવી.. કોઈએ કહી દીધું કે, આ ચોર છે. બસ, પછી તો તમે એની દરેક હિલચાલ પર સૂક્ષ્મ નજર રાખશો. એ હજાર સારાં કામ કરતો હશે... પણ તમે એને શંકાથી જ જોશો... કારણ ? એ જ કે તમારા દિલમાં એની પ્રથમ ઇમેશન ચોર તરીકેની ઊભી થઈ છે....
બીજા પણ એક ચિંતકે કહ્યું છે કે, “માણસ માણસને પહેલી વાર જ મળે છે, એ પછી તો જ્યારે જ્યારે એ માણસની મુલાકાત થાય ત્યારે ત્યારે એની ઈમેજને જ મળે છે.” એટલે કે એ વ્યક્તિની પોતાના દિલમાં એવી કલ્પના ઊભી થઈ કે, “આ માણસ બહારથી સારું સારું બોલે છે. જાણે કે મારું ભલું કરવા ઇચ્છતો ન હોય એવી વાતો કરે છે, પણ અંદરથી મને કાપે છે, મારું બૂરું કરવા ઇચ્છે છે.’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org