________________
૧૧O
હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં પૂછવું સારું, ને બોલવા કરતાં ન બોલવું સારું. જીવનમાં જાણે કે એવો કંઈ પ્રસંગ જ નથી બન્યો, એ રીતે બન્નેનું લગ્નજીવન વ્યતીત થવા માંડ્યું. વર્ષોનાં વર્ષો વીતી ગયાં. સંતાનોય થયાં. પણ ક્યારેય આ બાબતનો હરફ પણ ઉચ્ચાર્યો નહીં ને પત્નીનો પ્રેમ દિનપ્રતિદિન વૃદ્ધિગત બનતો જ રહ્યો.
આ પ્રૌઢ-ઠરેલ-ગંભીર સજ્જનની સલાહ લેવા અનેક લોકો આવતા. ઉપરનાં જીવનસૂત્રો એ દરેકને કહેતો, એટલે એનો જયેષ્ઠ પુત્ર ઘણી વાર પોતાના પિતાને આ બે સૂત્રોનું રહસ્ય પૂછતો, ત્યારે મેં તને કહ્યું ને પૂછવા કરતાં ન પૂછવું સારું ? બસ તારે ક્યારેય મને પૂછવું નહીં.” આ રીતે આ વાતને ઉડાવી દેતો. પણ પુત્રની જિજ્ઞાસા જોર પકડતી ગઈ. એ વારંવાર આગ્રહ કરવા લાગ્યો. છતાં ગંભીર પિતાએ કોઈ મચક આપી નહીં. એક દિવસ પિતા-પુત્ર સાથે જમવા બેસેલા. લગભગ પેટ ભરાવા આવ્યું, તોપણ પત્ની પ્રેમથી અત્યંત આગ્રહ કરી રહી હતી. એના પર આને પેલો પ્રસંગ યાદ આવી ગયો. “આ સંસાર કેવો છે ! જે એક દિવસ મને મારી નાખવા તૈયાર થઈ ગયેલી એ આજે અઢળક પ્રેમથી આગ્રહ કરી રહી છે.” એને જરા હસવું આવી ગયું. એનું આ હસવું પુત્રની નજરમાં આવી ગયું. એણે વિચાર્યું કે મારા પિતાજી અત્યંત ગંભીર અને ઠરેલ છે, વગર પ્રયોજન હસે નહીં. તો આજે કેમ હસ્યા ? ભોજન બાદ એણે હસવાનું કારણ પૂછયું. પિતા પાસે જવાબ તૈયાર હતો. બેટા ! પૂછવા કરતાં ન પૂછવું સારું. પણ આજે પુત્ર છોડે એમ નહોતો. જયાં સુધી મને આનું રહસ્ય નહીં કહો ત્યાં સુધી હું અહીંથી ઊઠીશ નહીં, એવી હઠ પકડી લીધી. પિતા સમજતો હતો કે બધાનાં દિલ ગંભીર હોતાં નથી. પુત્ર આ વાતને પેટમાં ટકાવી નહિ શકે. એટલે એણે સ્પષ્ટ ઇન્કાર કર્યો. છતાં જ્યારે પુત્ર છેલ્લી કક્ષાની જીદે ચડ્યો ત્યારે પિતા થાપ ખાઈ ગયા. “જો બેટા, આજ સુધી આ વાત મેં કોઈને કરી નથી. મારે તનેય કરવી નથી. પણ તું આજે જીદે ચડ્યો છે. એટલે નાઈલાજ તને કરવી પડે છે. પણ તું મને વચન આપ કે કોઈની પણ આગળ આ વાત તું ક્યારેય નહીં કરે.' પુત્રે પ્રોમીસ આપ્યું. ને પિતાએ બધી વાત કરી દીધી. પુત્ર કાંઈ પિતા જેવા ઊંડા પેટવાળો નહોતો કે એના પેટમાં આ વાત ધરબાયેલી રહે. એક વાર માની સાથે કંઈક બોલાચાલી થઈ ને એના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org