________________
ભૂલ : ભૂલી જવા યોગ્ય હોય તે....
૧૦૯
મૈત્રીભાવનાથી પવિત્ર નહીં થયેલ અંતઃકરણની આ દશા જણાવી. પણ આ યુવક તો તત્ત્વજ્ઞાન પામેલો છે, ઉદાર દિલવાળો છે, મૈત્રીથી પવિત્ર ચિત્તવાળો છે. એટલે પત્નીએ પોતાને કૂવામાં ધકેલી દીધો હતો એ બાબતમાં એકેય શબ્દ એના મુખમાંથી નીકળ્યો નહીં. પત્નીનો પ્રેમ તો આ જાણીને વધતો જ ગયો. વિદાય લઈને સ્વગામે પાછા ફરતાં પુનઃ પેલો કૂવો આવ્યો. એ સ્થાન નજીક આવવા માંડ્યું ને પત્નીની ધડકન પાછી વધવા લાગી. “ખલાસ ! હવે એ પ્રસંગ યાદ આવશે ને પતિ કંઈક પૂછશે તો ? જલ્દી આ સ્થાન પસાર થઈ જાય તો સારું.” આવા વિચારોથી એના પગમાં તેજી આવી. પતિ પણ પત્નીના દિલની મૂંઝવણો સમજી શકતો હતો. “કેમ, પાણી પીવું છે ?” એટલું પૂછવા દ્વારા કે પોતે શી રીતે બહાર આવ્યો એ જણાવવા દ્વારા તે શું કર્યું હતું ? એની યાદ દેવડાવી દઉં એવી કોઈ વૃત્તિ એની નહોતી. જાણે કે આ સ્થાને પહેલી જ વાર આવતો ન હોય એ રીતે એ (ઐતિહાસિક !) સ્થાન એણે પસાર કરી દીધું. પછી રસ્તામાં પ્રેમની ઘણી વાતો કરી, પણ આનો કોઈ ઇશારો કર્યો નહીં.
સાસરું નજીક આવવા માંડયું ને પત્નીની બેચેની પાછી વધવા માંડી. પોતાનાં માતા-પિતાને તો જરૂર પતિએ વાત કરી હશે ને ! મારાં સાસુ-સસરા મને કેવો ઠપકો આપશે ? સાસુ કેવાં મહેણાં વારંવાર માર્યા કરશે ? એમના દિલમાં મારા પ્રત્યે કેવો તિરસ્કાર ઊભો થઈ ગયો હશે ? સાસરામાં જીવન કઈ રીતે વ્યતીત થશે ? આવા બધા વિચારોએ એ ધ્રૂજી ઊઠતી હતી. પણ જેવી એ સાસરે પહોંચી. ઓહ..! અહીં તો વાતાવરણ જ અલગ છે. બધા ખૂબ જ આનંદ સાથે સત્કારી રહ્યા છે.... પધારો પધારો કુલલક્ષ્મી.... એને ખ્યાલ આવી ગયો કે મેં મારા દોષોને છાવરવા જેવી કલ્પના ઉપજાવી કાઢી હતી, એવી જ મારા પતિએ પણ ઉપજાવી કાઢી હતી ને અહીં પણ આ વાત કોઈને જ કરી નથી, ત્યારે એને પતિ પ્રત્યે અનહદ આદરભાવ જાગ્યો. “આ મારા પતિ, એ માત્ર પતિ નથી, પણ એક દેવ છે.' એવી વસંત લાગણી એના દિલમાં અંકાઈ ગઈ.
એનો પારાવાર પ્રેમ અને પોતાના માટે પ્રાણ પાથરી દેવા સુધીની લાગણીઓ જોઈને એ પ્રૌઢયુવકને પણ ખૂબ આનંદ થયો. એણે જીવનમાં સુખશાંતિ માટેનાં આ બે સૂત્રો બનાવી કાઢ્યાં... પૂછવા કરતાં ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org