________________
ભૂલ : ભૂલી જવા યોગ્ય હોય તે...
૧૦૭ છે ને બીજાની ભૂલની યાદ દેવડાવવામાં આનંદ માનતું હોય છે તેને હું, મનને થોડું મક્કમ કરીને, સત્ત્વને થોડું વિકસાવીને, જો રોકીશ, તો સામી વ્યક્તિને સ્વભૂલ સાંભળવા વગેરેના ત્રાસમાંથી મુક્ત થવાના જે આનંદનો અનુભવ થશે, અને એના પર એને મારા પ્રત્યે જે સદ્ભાવ પ્રેમ અને આદરની લાગણીઓ ઊભી થશે, અને એના કારણે મને જે આનંદનો અનુભવ થશે, એ પેલા અહંકારના તુચ્છ આનંદ કરતાં કંઈક ગણો અધિક હશે. વળી એ તુચ્છ નહીં, પણ સાત્ત્વિક આનંદ હશે. આના બદલે જો હું ભૂલની કબૂલાત કરાવવા મથીશ તો એ વ્યક્તિ મારાથી ગભરાતી ફરશે. મારા પર દુર્ભાવવાળી બનશે. મારી નજરમાં ન આવી જવાય એ માટે પ્રયત્નશીલ બનશે, મારી સાથે (કે પાસે) કામ ન કરવું પડે એમાં રાજીપો અનુભવશે, કદાચ મારે પનારે એનું કાંઈ કામ પડશે તો'ય “કામ પૂરતું જ કામ, કેમ જલ્દી અહીંથી છૂટું' એવી લાગણીવાળી થશે, તેમજ એ કામ અંગેના અલ્પકાલીન સંપર્કમાં પણ એક જાતની ભયની ને શંકાની લાગણીથી જ વર્તશે. એ મારી સાથે હળી-મળી નહીં શકે, એક નહીં થઈ શકે. એ વ્યક્તિ, મારા અંગત સ્વજન સંબંધવાળી હશે, તોય મારી આગળ એ પોતાનું દિલ ખોલીને વાત નહીં કરી શકે. મારે બદલે દૂરના કોઈ સબંધી, પણ આવી નબળી કડીના ભોગ નહીં બનેલ ઉદાર માણસ પાસે એ પોતાના દિલની બધી વાતો કરશે. તે ત્યાં સુધી કે અમારા બે વચ્ચેની અંગત બાબતો અંગેની કોઈ મૂંઝવણો પણ એ મારી પાસે રજૂ નહીં કરતાં બીજા પાસે કરશે. પોતાની અંગત વ્યક્તિને છોડીને બીજા આગળ આ બધી વાતો કરવામાં એનું પણ દિલ ખટકતું તો હોય છે, પોતાની અંદરની વાતો બહાર બીજા પાસે શા માટે ખુલ્લી પાડવી ? એવું એ પણ જાણતી હોય છે, અને તેથી જ અન્યને કહેવા કરતાં પોતાની એ અંગત વ્યક્તિને જ આ મુંઝવણ જણાવું. એવું એ પણ વિચારતી હોય છે. પણ આપણે એની પાસે એની ભૂલની વારંવાર કરાવેલી યાદ, એની ભૂલની કબૂલાત કરાવવા માટે કરેલા પ્રયાસ વગેરેનો એના દિલમાં જે ઘા લાગ્યો હોય છે, એ એને એ માટે પ્રયાસ કરતાં અટકાવે છે. ક્યારેક મન મક્કમ કરીને એ ઘાને અવગણવાનો પ્રયાસ કરીને એ અંગત વ્યક્તિ આપણી પાસે આવે છેય ખરી, અને તેમ છતાં, આપણી પાસે દિલ ખોલવાની હિંમત કરી શકતી નથી, દિલમાં ઘણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org