________________
[10. ભૂલ : ભૂલી જવા યોગ્ય હોય છે.... |
શાસ્ત્રમાં એક કથાનક આવે છે. એક યુવકનાં નાની ઉંમરમાં અન્ય ગામની કોઈ કન્યા સાથે લગ્ન થયેલાં. અઢારેક વર્ષ જેટલી ઉંમર થવા આવી, એટલે માબાપે એને પોતાની પરણેતરને તેડી લાવવા માટે મોકલ્યો. એ શ્વસુરગૃહે પહોંચ્યો. પેલી કન્યાના મનમાં ચિંતા પેઠી,
હાય ! અત્યારથી સાસરામાં ગોંધાઈ જવાનું ! સાસુનાં કડવાં વેણ સાંભળવાનાં, નણંદોનાં મેણાં-ટોણાં ખાવાનાં !” પીયરમાં મળતી સ્વતંત્રતા, સખીઓ સાથેની મોજમજા વગેરે અત્યારથી ગુમાવી દેવાનું એનું મન નહોતું. એટલે સાસરે ન જવું એવો એણે નિર્ણય કરી દીધો. પણ ના પાડ્યું ચાલે એમ નહોતું. એટલે પતિની સાથે વિદાય તો થવું પડ્યું. વચ્ચે જંગલ આવ્યું. એમાં એક કૂવો જોઈ આ નવવધૂએ પતિને વિનંતી કરી : “મને ખુબ તરસ લાગી છે, આ કૂવામાં તપાસ કરો ને ! પાણી મળી જાય તો તૃષા છીએ.” એટલે પતિએ કૂવા પાસે જઈ પાળી ઉપર મોટું કરી જરા ઊંચા થઈ પાણી જોવા પ્રયાસ કર્યો. એ જ વખતે એની પત્નીએ પાછળથી બે પગ ઊંચા કરી પતિને કૂવામાં ધકેલી દીધો. બસ ! હવે સાસરે જવાની ઝંઝટ નહીં. એમ વિચારી એ તો પોતાના પીયર તરફ પાછી વળી.
પુત્રીને એકલી પાછી આવેલી જોઈ મા-બાપે કારણ પૂછ્યું. એણે જવાબ આપ્યો કે અમે ગામ બહાર ગયાં ને એક પછી એક અપશુકનો થવા માંડ્યાં. શરૂઆતમાં તો આગળ ધપવાનું ચાલુ રાખ્યું, પણ ઘણાં અપશુકનો થયાં એટલે એમણે કહ્યું, “અત્યારે સારું મુહૂર્ત લાગતું નથી. માટે તું તારા પીયર પાછી જા, પછીથી હું ફરીથી સારા મુહૂર્ત તને તેડવા આવીશ.” પુત્રીએ પાપ છૂપાવવા માટે જુઠાણું ગોઠવી કાઢ્યું.
આ બાજુ યુવક કૂવામાં પડ્યો. પણ એનું આયુષ્ય બળવાન હતું, પુણ્ય પહોંચતું હતું, તે કૂવામાં બહુ ઊંડે નહીં એવો એક થોડો સમભાગ હતો ત્યાં પડ્યો. ખાસ કોઈ ઈજા પણ ન થઈ, ને એ સ્થાન પર ઊભો ઊભો નવકાર ગણવા માંડ્યો. કુદરતી બીજે દિવસે કોઈ મુસાફર તરસ લાગવાથી પાણીની તપાસ કરવા આવ્યો. તેણે એને બહાર કાઢ્યો. કેવી રીતે પડ્યા ? એ પૂછવા પર પત્નીની કોઈ વાત કરતો નથી. “પાણીની તપાસ કરવા ગયો ને પગ ખસી ગયા-ગબડી પડ્યો” એટલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org