________________
ભૂલ : ભૂલી જવા યોગ્ય હોય તે.....
૧૦૩ જ વાત. એ પણ સ્વગૃહે પહોંચ્યો. માતા-પિતાએ પુત્રને એકલો આવેલો જાણી કારણ પૂછયું. આ યુવક તો ખૂબ જ ગંભીર દિલવાળો અને કર્મસત્તાને દઢ રીતે માનનારો હતો. નાહક પત્નીના ભયંકર કાવતરાને પ્રકટ કરી પત્નીને હલકી ચીતરવાની કે એ દ્વારા માતાપિતાને વ્યથિત કરવાની એની ઇચ્છા નહોતી. પોતાને પત્ની પર દુર્ભાવ થાય એ જેમ એને માન્ય નહોતું તેમ માતા-પિતાને પુત્રવધૂ પર તિરસ્કાર છૂટે એ પણ એને માન્ય ન હતું. મારું કો'ક પૂર્વકર્મ એવું હશે જેણે, પોતાને કવામાં ધકેલી દેવાની પત્નીને પ્રેરણા કરી. આ એની માન્યતા હતી. એટલે એણે પણ પત્નીની હલકાઈ ન થાય એ માટે એનો દોષ છાવરવા જવાબ કલ્પી કાઢ્યો કે, “મારાં સાસુ-સસરાએ અમને બન્નેને વિદાય તો ઘણી સારી રીતે આપી, પણ ગામ બહાર નીકળ્યા ને એક પછી એક અપશુકનો થવા માંડ્યાં. એટલે મેં એને પાછી મોકલી દીધી, ને કહ્યું કે બીજા કોઈ વધુ સારા મુહૂર્ત તેડવા આવીશ.”
પત્ની અને પતિ બન્નેએ એકસરખો જવાબ કલ્પી કાઢેલો છે. છતાં એકે પોતાની ભૂલના બચાવ માટે જ્યારે અન્ય, બીજાની ભૂલના બચાવ માટે એવી જવાબ કલ્યો છે. માતાપિતાને સંતોષ થઈ ગયો, ને કહ્યું કે “સારું બેટા ! ચાર મહિના પછી ફરીથી સારા દિવસે જજે.' પણ યુવકના દિલમાં થઈ ગયું છે, “ગમે તે કારણ હોય, એ મારી સાથે આવવા રાજી નથી તો મારે પણ શા માટે એને પરાણે લાવવી જોઈએ ?” એટલે જ્યારે જ્યારે એના માતાપિતા વહુને તેડી લાવવા માટે કહે છે ત્યારે ત્યારે એ કાંઈ ને કાંઈ બહાનું ઊભું કરી વાત ટાળ્યા કરે છે. પણ ક્યારેય પત્નીના કાર્યની કોઈને શંકા પડે એવીય વાત કરતો નથી. એમ ને એમ લગભગ બે વર્ષ નીકળી ગયાં. ફરી માતાએ વહુને તેડી લાવવા માટે કહ્યું. યુવકે પુનઃ એ વાતને ઉડાવી દેવા માટે પ્રયાસ કર્યો. એટલે માતાએ આગ્રહ કર્યો, “ગમે તેવું કારણ હોય, પણ તું હજુય તેડવા નહીં જાય તો વહુ ને વેવાઈને કેવું લાગે ? વહુ પણ બિચારી તારી રાહ જોતી જોતી કેટલી દુઃખી થઈ રહી હશે ? માટે હવે તો તું જા જ.” માતાએ ખૂબ આગ્રહ સેવ્યો ને વાત મૂકવા તૈયાર જ ન થઈ ત્યારે પણ સમુદ્ર જેવા ગંભીર પેટવાળો આ યુવક વહુની બાબતમાં એકેય શબ્દ ન બોલ્યો. વીતેલાં બે વર્ષમાં પણ જ્યારે જ્યારે વહુની વાત નીકળતી ત્યારે ત્યારે આણે એવી કાળજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org