________________
૧૦૦
હંસા ! તું ઝીલ મિત્રીસરોવરમાં રિલેક્સ થઈ જશો. અર્થાત્ સ્નાયુતંત્ર ઢીલું પડી જશે. હૃદયના ધબકારા, વધશે નહીં. બી.પી.ની. (Abnormality) દૂર થઈ જશે. શ્વાસપ્રક્રિયા નૉર્મલ થઈ જશે. મન શાંત થઈ જશે. દિલમાં શત્રુતા ને સંક્લેશ પેદા ન થવા દેવા એ જીવનની એક બહુ મોટી ઉપલબ્ધિ છે.
આ મહત્ત્વની ઉપલબ્ધિ જેઓએ નથી મેળવી તેઓ બીજી રીતે ઘણી સમૃદ્ધિમાં આળોટતા હોય તોપણ ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય છે. હમણાં જ અમેરિકન સમાજ કેટલો રુમ્સ બની રહ્યો છે એનો અણસાર આપતી કેટલીક વાતો તા. ૨-૪-૯૬ના ગુજરાત સમાચાર'માં વાંચવા મળેલી. એમાં જણાવેલું કે.....
દરેક અમેરિકન પોતાના દુઃખ માટે બીજાને જવાબદાર ગણે છે કે પોતાની તકલીફ માટે સરકારને જવાબદાર ગણે છે. આનું પરિણામ ખૂબ વિચિત્ર આવ્યું છે. બધા બદલો ને નુકશાની લેવાની ભાષામાં જ બોલવા લાગ્યા છે...
અમેરિકાનાં બાળકો નવી એબીસીડી શીખી ગયાં છે. એ ફોર એપલ નહીં, પણ એ ફૉર એટર્ની (વકીલ), બી ફૉર બેલિફ (કૉર્ટનો કારકુન), અને સી ફોર કૉન્સ્ટીટ્યુશનલ રાઈટ્સ !
બોસ્ટનમાં પેવનેવ નામની ૩ વર્ષની છોકરીએ પોતાની બહેનપણી ઇંગીને રમતાં રમતાં લાત મારી, ઝગડો થયો, કૉર્ટમાં કેસ થયો ને કોર્ટે બન્ને બાળકોને એકબીજા સાથે રમવા સામે ઇજેક્શન (મનાઈ હુકમ) આપ્યો છે.
જહોની લુખ્ખોલી નામના ૯ વર્ષના છોકરાએ બેઝબોલની પ્રેકટીસ કરવા ફેંકેલો દડો કેરોલ લીઝા નામની સ્ત્રીને વાગ્યો. એ સ્ત્રીએ એ છોકરા સામે કેસ કર્યો છે. ભારતમાં સોસાયટીમાં ક્રિકેટ રમતાં બાળકો દ્વારા કેટલીય કાકી-માસીના ઘરના કાચ તૂટી જાય છે. કોઈએ કેસ કર્યાનું જાણ્યું ?)
અરે ! બીજા પર કેસ કરવાની શું વાત ? કાર એક્સિડન્ટમાં બાળકને ઈજા થાય ને એ વખતે કાર ચલાવનાર જો એના પિતા હોય તો એ બાળક સગા બાપ સામે પણ વળતરનો કેસ કરે છે.
હાલમાં બી.બી.સી. ઉપર પ્રોગ્રામ આપતાં સન્ડે ટાઈમ્સના તંત્રી એન્ડ્રનીલ કહે છે કે અમેરિકા આર્થિક રીતે સમૃદ્ધ બન્યું છે, પણ તેનો સમગ્ર સમાજ બિમાર થતો જાય છે. એક સીક સોસાયટી ઊભી થઈ રહી છે.
અમેરિકન હૉસ્પિટલોમાં જેટલી પથારીઓ છે એમાંની લગભગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org