________________
૯૪ -
હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં વગેરે નુકશાનો પણ ઊભાં થાય છે. માટે આવેશને રોકવો જોઈએ. એ માટે, ગમે તેવો પ્રસંગ બન્યો હોય, સામાની ભૂલ ન જોવી, પોતાની ભૂલ જોવી. સામાની ભૂલ જોઈ એટલે ઊકળાટ થયો સમજો, પોતાની ભૂલ જોઈ એટલે સ્વસ્થતા ટકી સમજો.
ગ્રન્થોમાં ભરવાડ-ભરવાડણનાં બે યુગલોની વાત આવે છે -
પ્રથમ યુગલ : ગામડામાં ઢોરો ઉછેરવાનો ધંધો. એના દૂધમાંથી ઘી બનાવે. ઘણું ભેગું થાય એટલે ગાડવામાં ભરીને ગામના અન્ય ભરવાડ યુગલો સાથે બધાં શહેરમાં ભેગાં વેંચવાં જાય. એકદા શહેરમાં મેળો ભરાયો હતો, ત્યારે ઘી વેંચવાં ગયાં. ત્યાં પહોંચીને ગાડું ઊભું રાખ્યું. ભરવાડણ ઉપરથી એક પછી એક ઘડો નીચે ભરવાડને આપતી ને એમ માલ નીચે ઊતરતો. એમાં એકવાર જરા ગફલત થઈ ગઈ અને ધડાડડડમ્.... ઘડો નીચે પડ્યો, ફૂટ્યો, ઘી ઢોળાયું, એટલે તરત જ ભરવાડ અને ભરવાડણ એકબીજા પર દોષનો ટોપલો ઢાંકવા પ્રયાસ કરવા લાગ્યાં. “મારા રોયા ! અહીં રૂપાળી સ્ત્રીઓને જોવામાં આવ્યું ભમાવ્યા કરે છે તે ઘડો પકડવામાં ધ્યાન ન રાખ્યું ને ઘડો પડ્યો.” ભરવાડણે આક્ષેપ કર્યો. ભરવાડે એનો જવાબ વાળતાં કહ્યું કે, “અલી રાંડ ! તું જ અહીં ફટડા જુવાનીયાઓને જોયા કરે છે ને મેં હજુ ઘડો પકડ્યો નહોતો એ પહેલાં તેં છોડી દીધો તે પડ્યો.' બસ ગાળાગાળી ચાલુ થઈ ગઈ. હવે એ માનનો પ્રશ્ન બની ગયો. એકબીજાને ગુનેગાર ઠેરવવા માટે બધી તાકાત કામે લગાડી. ઝગડવાંમાં ને ઝગડવામાં સંધ્યા થઈ ગઈ. અંધારું થવા લાગ્યું એટલે બન્ને ચોંક્યાં, કંઈક સાવધ થયા ને જોયું તો એ ઘડાનું ઢોળાયેલું ઘી કૂતરાઓ ચાટી ગયા હતા. બીજા બધા ભરવાડો તો અંધારા પહેલાં ગામે પહોંચી જવા માટે ક્યારના નીકળી ચૂક્યા હતા. બજાર પણ પૂરો થઈ ગયો હતો. એટલે વેચેલા ઘીના પૈસા ભેગા કરીને અને બાકીના ઘડાઓને પાછા ગાડામાં ગોઠવીને ગામ ભણી ચાલવા લાગ્યા. પણ હવે તો રાત થઈ ગઈ હતી અને એકલાં હતાં. રસ્તે ચોરો ભેટ્યા, બધા પૈસા અને ઘી ઊઠાવી લીધા. ખાલી હાથે ઘરે પહોંચ્યા.
બીજું યુગલ : બધું ઉપર પ્રમાણે પણ જેવો ઘીનો ઘડો પડ્યો ને ફૂટ્યો કે તરત ભરવાડણે એનો દોષ પોતાના માથે લેતાં કહ્યું કે,
ફોધ કરવો અને રાત્રિનથી બળવું એટલે માન્યતા અપરાધની જ પોતાની જાતને કરવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org