Book Title: Hansa tu Zil Maitri Sarovar Ma Author(s): Abhayshekharsuri Publisher: Bhuvane Dharmjaykar PrakashanPage 94
________________ '9.1 ન જોવાની ચીજ : અન્યની ભૂલ વર્ગમાં રોજ મોડા આવનાર વિદ્યાર્થીના વાલી પર વર્ગશિક્ષકની ચિઠ્ઠી ગઈ. પિતાએ પુત્રને ધમકાવીને પૂછયું, “અલ્યા ! કેમ રોજ નિશાળે મોડો પડે છે ?” “ના પિતાજી ! હું મોડો નથી પડતો’ ‘તે તારા ટીચર લખે છે ને કે રોજ બેલ પડ્યા પછી પાંચ મિનિટે ક્લાસમાં આવે છે તેનું શું ? “પિતાજી ! એમાં મારો વાંક નથી.” “તો કોનો વાંક છે ?” “ખુનનો, એ રોજ હું નિશાળે પહોંચે એની પાંચ મિનિટ પહેલાં જ બેલ વગાડી દે છે.” પુત્રે ઠાવકાઈથી કહ્યું. જગતના લગભગ તમામ જીવોનો આ એક સામાન્ય સ્વભાવ છે કે ભૂલો કરતા જવું ને એનો સ્વીકાર ન કરવો, બલ્ક બચાવ કરવો. આ સામાન્ય સ્વભાવ એ એક મહત્ત્વનું કારણ બની રહે છે કે જ્યારે એક વ્યક્તિ અન્ય વ્યક્તિને ભૂલ કરનાર અપરાધી તરીકે જુએ છે અને તેથી પછી એની ભૂલની કબુલાત કરાવવા પ્રયાસ કરે છે. જેમ જેમ આ પ્રયાસ આગળ વધે છે તેમ તેમ મૈત્રીના ભવ્ય મહેલની કાંકરીઓ ખરવા માંડે છે અને વૈરભાવનાં બીજ નંખાતાં જાય છે. એટલે મૈત્રીભાવને અખંડિત રાખવા માટે આગળ જે વિચારધારાઓ બતાવી કે “બધા જીવો સાથે ભૂત-ભવિષ્યનો અનંતકાળ મૈત્રીસંબંધ છે, વચલા અલ્પકાળ માટે કદાચ શત્રુતાનું વર્તન દેખાય તોપણ એ તો એક નાટક જેવું છે. માટે બધા જ મારા મિત્રો છે.” “સઘળા જીવો એ મારી પાર્ટી છે, અને કર્મસત્તા જ અમારો બધાનો એક કોમન મુખ્ય હરીફ છે. તેથી એના પર વિજય મેળવવા માટે અંદરઅંદરના ઝગડા ભૂલવા જ જોઈએ.” “કર્મસત્તાએ 'Divide and Ruleની નીતિ અપનાવી જીવો પર શાસન કરવાનું મુનાસિબ માન્યું છે. તેથી ઓછુંવત્તે મળેલું જોઈને મારે કોઈ જીવને શત્રુ બનાવી નબળા પડવું અને કર્મસત્તાને શાસન કરવા માટે અનુકૂળતા કરી આપવી એ હિતાવહ નથી.” “કર્મસત્તા એ કુદરતે સ્થાપેલી કોર્ટ છે. ગુનેગાર વ્યક્તિને હું પોતે સજા કરવા બેસી જઈશ તો એ આ કોર્ટના અધિકારમાં હસ્તક્ષેપ કર્યો ગણાશે. અને તેથી એ કોર્ટ મને મોટી સજા કરશે.” “ગાળ આપનાર વગેરે કોઈ મારા શત્રુ નથી, તેઓ તો કર્મસત્તાના હાથા માત્ર છે. કર્મસત્તાએ ફરમાવેલી સજાનો અમલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178