Book Title: Gyandhara Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 8
________________ TOCTC જ્ઞાનધારા CC0 બની રહે તેવો કોશગ્રંથ છે. આમાં હેમચંદ્રાચાર્યે કવિઓ દ્વારા પ્રચલિત અને પ્રયુક્ત શબ્દોનો સુંદર આલેખ આપ્યો છે. વળી સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ આ કોશની સામગ્રી અભ્યાસીઓને ઉપયોગી છે. આમાં એવા અનેક શબ્દો મળે છે, જે અન્ય કોશમાં પ્રાપ્ત થતા નથી. ‘અમરકોશ'ને લક્ષમાં રાખીને એક અર્થવાળા સમાન શબ્દો આપવા માટે હેમચંદ્રાચાર્યે ‘અભિધાનચિંતામણિ'ની રચના કરી. જોકે, અમરકોશ કરતાં દોઢ ગણી શબ્દસંખ્યા આમાં સાંપડે છે. વળી પાર્યાયવાચી શબ્દો પણ ‘અમરકોશ’ કરતાં વધુ મળે છે. અમરકોશમાં સૂર્યના ૩૭ પર્યાય, કિરણના ૧૧ પર્યાય, ચંદ્રના ૨૦ પર્યાય, શિવના ૪૮ પર્યાય, બ્રહ્માના ૨૦ પર્યાય, વિષ્ણુના ૩૬ અને અગ્નિનાં ૩૪ પર્યાયવાચી નામ મળે છે. જ્યારે ‘અભિધાનચિંતામણિમાં સૂર્યના ૭૨, કિરણના ૩૬, ચંદ્રના, ૩૨, શિવના ૭૭, બ્રહ્માના ૪૦, વિષ્ણુના ૭૫ અને અગ્નિના ૫૧ પર્યાયો ઉપલબ્ધ છે. આ રીતે આ ગ્રંથની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે સંસ્કૃત સાહિત્યના શબ્દકોશમાં વિપુલ વૃદ્ધિ કરી છે. “અભિધાનચિંતામણિ'ની કુલ લોકસંખ્યા ૧૫૪૧ છે, પરંતુ ટીકા સાથે તેની શ્લોકસંખ્યા કુલ દસ હજારની થાય. ‘અભિધાનચિંતામણિ' પછી શબ્દજ્ઞાનની મહત્તા જાણનારા હેમચંદ્રાચાર્યે “અનેકાર્થસંગ્રહ'ની રચના કરી. “અભિધાનચિંતામણિ'માં એક અર્થના અનેક શબ્દોનો કોશ આપવામાં આવ્યો હતો. જ્યારે ‘અનેકાર્થસંગ્રહમાં એક શબ્દના અનેક અર્થોનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. જેમ કે, તેનો અર્થ બ્રહ્મા, આત્મા, રવિ, મયૂર, અગ્નિ, યમ અને વાયુ થાય છે. આ દષ્ટિએ ‘અભિધાનચિંતામણિ' અને *અનેકાર્થસંગ્રહ' પરસ્પરના પૂરક ગુણાય. સાત કાંડમાં વહેંચાયેલા આ કોશની કુલ શ્લોકસંખ્યા ૧૮૨૯ છે. એના છ કાંડમાં ૧૭૬૯ શ્લોકો મળે છે. એ પછી સાતમો અવ્યયકાંડ મળે છે. આ સાઠ શ્લોકના અવ્યયકાંડને ‘અનેકાર્થશેષ' તરીકે ઉમેરવામાં આવ્યો છે. “અભિધાનચિંતામણિ'માં પણ છેલ્લે ‘શેષ' ઉમેરવામાં આવ્યો હતો તે મુજબ અહીં પણ આવું છેલ્લે ઉમેરણ મળે છે. આ ગ્રંથમાં મળતા કેટલાય શબ્દો અર્વાચીન ભાષામાં ઊતરી આવ્યા છે. ગુજરાતી ભાષાના અભ્યાસીઓને પણ આ ગ્રંથના શબ્દો ઘણી સામગ્રી પૂરી પાડે તેમ છે. શ્રી હેમચંદ્રાચાર્યની કોશપ્રવૃત્તિનું અંતિમ ફળ છે. ‘નિઘંટુશેષ', - ૧૫ : 10) C જ્ઞાનધારા 10 ‘અભિધાનચિંતામણિ’, ‘અનેકાર્થસંગ્રહ જેવા સંસ્કૃત કોશ અને દેશીનામમાળા જેવા દય ભાષાના કોશની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે નિઘંટશેપની રચના કરી. અનેકાર્થસંગ્રહ'ની ટીકામાં મહેન્દ્રસૂરિએ એવો ઉલ્લેખ કર્યો છે કે પોતાના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય પાસે વિશાળ ગ્રંથસંગ્રહ હતો અને તેમાં ધવંતરિનો ‘નિઘંટુ ગ્રંથ પણ હતો. નિઘોષના છ કાંડ મળે છે અને આ એક પ્રકારનો વૈદકશાસ્ત્રને માટે ઉપયોગી એવો વનસ્પતિકોશ છે. આ કોશ છ કાંડમાં વહેંચાયેલો છે અને તેની કુલ શ્લોકસંખ્યા ૩૯૬ છે. ત્રણ સંસ્કૃત કોશોની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે સંસ્કૃત શબ્દશાસ્ત્રને વ્યાપમાં લેવા પ્રયાસ કર્યો છે. કોશરચનાની પાછળ ગુજરાતના સરસ્વતીપૂજકોને સહાયરૂપ થવાની તેમની ભાવના તરવરે છે. વળી ધવંતરિ, વ્યાડિ અને ધનપાલના કોશો કાળક્રમે ન થયા, પરંતુ એનું દોહન આજે શ્રી હેમચંદ્રાચાર્યના કોશ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એ દષ્ટિએ પણ આ શબ્દકોશનું મહત્ત્વ છે. ‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ના આઠમાં અધ્યાયમાં મળતા પ્રાકૃત વ્યાકરણને લક્ષમાં રાખીને શ્રી હેમચંદ્રાચાર્યે ‘દેશીનામમાળા'ની રચના કરી. વ્યાકરણના નિયમાનુસાર શબ્દો સિદ્ધ થતા ન હોય તેમ છતાં ભાષામાં પ્રયોજાતા હોય એવા શબ્દોનો હેમચંદ્રાચાર્યે દેશીનામમાલામાં સંગ્રહ કર્યો. સંસ્કૃત કે પ્રાકૃત સાથે સંબંધ ન ધરાવતા દેશ્ય ભાષાઓના શબ્દસંગ્રહ ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં કાલગ્રસ્થ અથવા તો તદ્દન અપરિચિત બની ગયેલા શબ્દો પણ આમાં સંગ્રહ પામ્યા છે. વળી જેના મૂળ વિશે સંશય હોય તેવા કેટલાક શબ્દોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ ૭૮૩ ગાથામાં લગભગ ૩,૯૭૮ શબ્દો આ કોશમાં સંગ્રહિત થયા છે. શબ્દશાસ્ત્ર અને કોશની રચના કર્યા બાદ કલિકાલસર્વજ્ઞની દષ્ટિ કાવ્યશાસ્ત્ર તરફ વળી. સંસ્કૃત અલંકાર ગ્રંથોની પરંપરામાં હેમચંદ્રાચાર્યે 'કાવ્યાનુશાસન'ની રચના કરી. ‘કાવ્યાનુશાસન'ના મુખ્ય ત્રણ ભાગ છે: (૧)સૂત્ર (૨) વ્યાખ્યા અને (૩) વૃત્તિ. આઠ અધ્યાયમાં લખાયેલા આ ગ્રંથમાં કુલ ૨૦૮ સૂત્રો છે. સૂત્રોની વ્યાખ્યા કરનારી ચર્ચા ‘અલંકારચૂડામણિ’ને નામે મળે છે. જ્યારે એ વ્યાખ્યાને વિશેષ સ્પષ્ટ કરવા માટે વિવેક નામની ઉદાહરણ સહિતની વૃત્તિ મળે છે. આ A ૧૬Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 137