Book Title: Gyandhara Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 7
________________ XOXOXC şiILAI OXXOXO છંદોનુશાસનની રચના કરી. પૂર્વાચાર્યોની પદ્ધતિ અનુસાર જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને છંદોવિધાનનું જ્ઞાન મળે તેવો આની પાછળનો ઉદ્દેશ હતો. એક વૈયાકરણ તરીકે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મહાન વૈયાકરણ પાણિનિએ પોતાના વ્યાકરણ ‘અષ્ટાધ્યાયી' દ્વારા પૂર્વપરંપરામાં એક પોતીકી પરંપરાનું નિર્માણ કર્યું હતું. પાણિનિની પૂર્વ શૌનક, શાકટાયન જેવા અનેક વ્યાકરણીઓ થયા હતા, પરંતુ પાણિનિની વૈયાકરણે એક પરંપરા સ્થાપી. એમાં કાત્યાયન કે પતંજલિએ સંશોધન-ઉમેરણ કર્યું, પરંતુ પાણિનિની વૈયાકરણ તરીકેની પ્રતિષ્ઠા તો સદીઓથી અક્ષત રહી. સંસ્કૃત ભાષાના અંતિમ વ્યાકરણશાસ્ત્રી બન્યા આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય. સંસ્કૃત વ્યાકરણ પરંપરામાં એમના પ્રદાનને કારણે હેમસંપ્રદાય ઊભો થયો. એમના વ્યાકરણનો ઉત્તરકાલીન જૈન વ્યાકરણો પર વિશેષ પ્રભાવ દષ્ટિગોચર થાય છે. શ્વેતામ્બર સંપ્રદાયના કેટલાક આચાર્યોએ શ્રી હેમચંદ્રાચાર્યના વ્યાકરણને આધારે અનેક ગ્રંથોની રચના કરી છે. આવા આઠથી દસ વ્યાખ્યાકાર મળે છે. અપભ્રંશ વ્યારણ તે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું ચિરકાલીન મહત્ત્વ ધરાવતું પ્રદાન ગણાશે. શબ્દાનુશાસનના આઠમા અધ્યાયના પ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્યે મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, મૂલિકા પૈશાચી અને અપભ્રંશ એમ છ ભાષાઓની ચર્ચા કરી છે. અપભ્રંશ વિભાગમાં નોંધેલા દુહાઓનું વૈવિધ્ય આકર્ષક છે. અપભ્રંશનાં સૂત્રોની વૃત્તિમાં લગભગ ૧૭૭ દુહાઓ હેમચંદ્રાચાર્યે નોંધ્યા છે, જેમાં ઉપદેશાત્મક, વીરરસપ્રધાન, પૌરાણિક, શૃંગારરસપ્રધાન અને જૈન ધર્મને લગતા દુહાઓ મળે છે. આ દુહાઓમાંના કેટલાક લોકોકિતરૂપે ઊતરેલા છે. આ અપભ્રંશ દુહાઓ છેક ગુજરાતી ભાષા સુધી ઊતરી આવ્યા છે. અપભ્રંશ દુહાનું અર્વાચીન ભાષામાં કેવું રૂપાંતર થયું છે તેની તપાસ સંશોધકો માટે રસપ્રદ વિષય બને તેમ છે. આઠમા અધ્યાયમાં શ્રી હેમચંદ્રાચાર્ય એક અપભ્રંશ દુહો ટાકે છે - वायसु उड्डावंतिअऐ पिउ दिट् उ साहस-त्ति । अध्धा वलया महिहि गय अध्धा कुदृ तड-त्ति ।। १६ ।। લાંબા સમયથી પ્રેયસી વિરહ અનુભવતી હતી, તેનો દેહ પણ ક્ષીણ બની TOCTC જ્ઞાનધારા CS1C6 ગયો હતો. વિરહાકુલ સ્ત્રી કાગડાને ઉડાવવા જતી હતી ત્યાં જ એકાએક એના પતિને આવતો જોયો. ચિરવિરહિણી પર એની કેવી અસર થઈ અડધાં વલય જમીન પર પડી ગયાં, વિરહને કારણે હાથ દુર્બળ બની ગયો હતો માટે. જ્યારે અડધાં તડ દઈને તૂટી ગયાં, પ્રિયતમનાં દર્શનથી આનંદિત થયેલી વિરહિણીનું કાંડું ફૂલી ગયું માટે. લોકભાષામાં મળતા દુહાઓમાં આનાં બે રૂપાંતર મળે છે. એનું એક સામાન્ય રૂપાંતર આ છે - કામન ફાગ ઉડાવતી, પિયુ આયો ઝબકાં આધી ચડી કર લગી, આધી ગઈ તડકાં’ આ જ દુહાનું એક બીજું ચમત્કૃતિપૂર્ણ રૂપાંતર મળે છે. એમાં અડધી ચૂડીઓ વિરહને કારણે ક્ષીણદેહ થવાથી જમીન પર પડી ગઈ એવું દર્શાવવાને બદલે કવિએ દર્શાવ્યું છે કે અડધી કાગડાના ગળામાં પરોવાઈ ગઈ. બાકીની અડધી ચૂડીઓ ભાંગીને ભોંય પર પડી. કાગ ઉડાવણ પણ ખડી, આયો પીવ ભડક્ક; આપી ચૂડી કાગ-ગલ, આધી ભંય તડા અપભ્રંશ વ્યાકરણમાં મળતા દુહાઓમાં કાવ્યસૌંદર્ય, ભાવવૈવિધ્ય અને ભારોભાર કવિત્વ છે. આ દુહાઓ દ્વારા એ સમયના લોકસાહિત્યની અનુપમ ઝાંખી થાય છે. ગુર્જરભૂમિના જ્ઞાનદીપને પ્રજ્વલિત કરવા માગતા કલિકાલસર્વજ્ઞ શ્રી હમચંદ્રાચાર્યની દષ્ટિ વ્યાકરણ પછી કોશ તરફ ગઈ. ભાષાનો અભ્યાસ સુગમ બને અને વ્યાકરણનું જ્ઞાન સક્રિય બને તે માટે એમને કોશની જરૂર લાગી. માત્ર વિદ્યાર્થીઓ કે અભ્યાસીઓ જ નહિ, પરંતુ વિદ્વાનો માટે પણ કોશ જરૂરી જ્ઞાનસાધન છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘અભિધાનચિંતામણિ’, ‘અનેકાર્થસંગ્રહ અને ‘નિઘંટુશેષ' - એમ ત્રણ સંસ્કૃત ભાષાના કોશ રચ્યા છે. પ્રાકૃત-દેશ્ય ભાષાના જ્ઞાન માટે ‘દેશીનામમાતા’ અને ‘રયણાવલિ'ની રચના કરી છે. ‘અભિધાનચિંતામણિ' એ ઈતિહાસ અને ભાષાવિજ્ઞાનની દષ્ટિએ અત્યંત મૂલ્યવાન ૧૩ ૧Y ASPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 137