Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 5
________________ TOCTC જ્ઞાનધારા CC0 શુદ્ધ સદાચાર અને પ્રામાણિક વ્યવહારપ્રણાલિકા - ક૯પી શકાતાં નથી. શ્રી હેમચંદ્રાચાર્ય માનવ તરીકે મહાન હતા; સાધુ તરીકે વધારે મહાન હતા; પણ સંસ્કારદટો તરીકે તો એ સૌથી વધારે મહાન હતા. એમણે જે સંસ્કાર રેડડ્યા, એમણે જે ભાષા આપી, એમણે લોકોને જે રીતે બોલતા કર્યા, એમણે જે સાહિત્ય આપ્યું - એ સઘળું આજના ગુજરાતની નસમાં હજી વહી રહ્યું છે અને એટલે એ મહાન ગુજરાતી તરીકે ઈતિહાસમાં પ્રસિદ્ધિ પામવાયોગ્ય પુરુષ છે. શ્રી હેમચંદ્રાચાર્યની વિપુલ અક્ષરપ્રવૃત્તિ સિદ્ધરાજ અને કુમારપાળના રાજ્યાશ્રયે થઈ હતી તેમ કહેવું તે કરતાં તે પ્રવૃત્તિ બે રાજવીઓના શ્રેયાર્થે ચાલી હતી એમ કહેવું વિશેષ યોગ્ય છે. તેઓ બંને રાજવીઓના આદરપાત્ર માર્ગદર્શક અને સલાહકાર પણ હતા. સિદ્ધરાજની જ્ઞાનોપાસના અને કુમારપાળની સંસ્કારપ્રિયતાના તેઓ વિધાયક બન્યા હતા. રાજા વિક્રમ અને કવિ કાલિદાસ અથવા તો રાજા ભોજ અને કવિ ધનપાલ સાથે સિદ્ધરાજ - કુમારપાળ અને શ્રી હેમચંદ્રાચાર્યની જોડીની સરખામણી કરવી યોગ્ય નથી. રાજા સાથેના એમના સંબંધની તુલના તો ઘણે અંશે સ્વામી રામદાસ અને છત્રપતિ શિવાજી સાથે થઈ શકે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની શ્રુતસાધના અનુપમ હતી. રાજા સિદ્ધરાજ અને રાજા કુમારપાળની મદદથી શ્રી હેમચંદ્રાચાર્યને જૂના ગ્રંથોની ઘણી હસ્તપ્રતો સાંપડી. શ્રી હેમચંદ્રાચાર્યના આ કાર્યમાં રામચંદ્ર, ગુણચંદ્ર અને મહેન્દ્ર જેવા વિદ્વાન શિષ્યોનો સમુદાય એમને સહાયક થયો હતો. વિદ્યોપાસનાનું કેવું ભવ્ય વાતાવરણ એ સમયે રચાયું હશે, એની કલ્પના જ રોમાંચકારી લાગે છે. એમના ગ્રંથોની લહિયાઓ પાસે અસંખ્ય પ્રતિલિપિઓ કરાવવામાં આવી હતી અને એ પ્રતિલિપિઓને ભારતના અનેક ગ્રંથભંડારોમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ કારણે જ તેમના જીવનકાળમાં લખાયેલી કેટલીક પ્રતિલિપિઓ આજે પણ ઉપલબ્ધ છે. એ પછીનાં નવસો વર્ષના દીર્ઘકાળમાં આ ગ્રંથોની પ્રતિલિપિઓ થતી રહી છે. આજે ભાગ્યે જ કોઈ એવો જૈન ગ્રંથભંડાર હશે, જ્યાં શ્રી હર્મચંદ્રાચાર્યના કોઈ ને કોઈ ગ્રંથની પ્રતિલિપિ ન હોય. પ્રાચીન ઈતિહાસમાં કે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વે આટલા વિભિન્ન TOCTC જ્ઞાનધારા CCC વિષયો પર સળંગ શાસ્ત્રીય અને અભ્યાસપૂર્ણ ગ્રંથો આપનાર શ્રી હેમચંદ્રાચાર્ય જેવી ભાગ્યે જ કોઈ વિરલ પ્રતિભા મળી આવશે. એ જ્ઞાનજ્યોતિએ દૂર કરેલા અજ્ઞાનના અંધકાર વિશે શ્રી સોમપ્રભાચાર્ય ‘શતાર્થકાલ્ય'માં કહે છે - क्लुप्तं व्याकरणं नवं विरचितं छंदो नवं द्वयाश्रयालंकारी प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् । तर्क : संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं बद्धं येन न के न केन विधिना मोहः कृ तो दूरतः ।। નવું વ્યાકરણ કમ્યું; નવું છંદશાસ્ત્ર રચ્યું; દ્રયાશ્રમ મહાકાવ્ય અને અલંકારશાસને વિસ્તાર્યા અને નવાં જ પ્રકટ કર્યો. શ્રીયોગશાસ્ત્રને પણ નવું રચ્યું: નવા તર્કશાસ્ત્રને જન્મ આપ્યો; જિનવરોનાં ચરિત્રોનો નવો ગ્રંથ રચ્યો; કઈ કઈ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે અજ્ઞાનને દૂર કર્યું નથી ? ગુજરાતી સાહિત્યના પઢનો ઝાંખો પ્રકાશ સિદ્ધહેમશબ્દાનુશાસને સૌપ્રથમ દર્શાવ્યો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની વિપુલ શ્રુતરચનાની ગંગોત્રીનો પ્રારંભ ગુજરાતની અસ્મિતા અને સંસ્કારિતા જગાડનારી એક ઘટનાના પ્રતિભાવમાંથી થયો. જયસિંહ સિદ્ધરાજ માલવપતિ શ્રી યશોવર્માને હરાવી, ધારાનગરીનો ધ્વંસ કરી, તેનો અમૂલ્ય ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા. આ ગ્રંથભંડારમાં ભોજરાજવિરચિત ‘સરસ્વતીકંઠાભરણ નામના વ્યાકરણગ્રંથ પર સિદ્ધરાજની દષ્ટિ પડી. વિશેષ તપાસ કરતાં એને જાણવા મળ્યું કે પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે એ પ્રદેશના ભોજન વ્યાકરણ જ એના રાજ્યમાં ભણાવાતું હતું. ભોજરાજની વિદ્વત્તાની પ્રશંસાએ સિદ્ધરાજને એના માત્ર પ્રદેશવિજયની લઘુતા દેખાડી. આ સમયે ભોજના વ્યાકરણ કરતાં ચડિયાતું વ્યાકરણ રચી શકે તેવા સમર્થ શક્તિશાળી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જ હતા. વિ. સં. ૧૧૯૩માં એમને આ વ્યાકરણ લખવાનું સોંપાયું. સિદ્ધરાજે તે માટે ઠેરઠેરથી હસ્તપ્રતો મગાવી. છેક કાશ્મીરથી આઠ વ્યાકરણો મગાવ્યાં. આ વ્યાકરણોની મદદથી અને સ્વ-પ્રતિભાથી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' નામના વ્યાકરણની રચના કરી. સિદ્ધરાજની વિનંતીથી આ વ્યાકરણ રચાયું હોવાથી પ્રથમ એનું નામ જોડીને નામાભિધાન કર્યું. અગાઉના - ૧૦ ભS ૯ -

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 137