Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 4
________________ SSC SCOOTOG કલિકાલસર્વજ્ઞ શ્રી િઆંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પદ્મશ્રી ડૉ. હેમચંદ્રાચાર્યનો વિરાટ કુમારપાળ દેસાઈ દેશપ્રતિભાપુંજ વિદેશમાં જૈન ધર્મ પર મનનીય પ્રવચનો આપે છે જ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ | અને તેમણે જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના વિપુલ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના વિરાટ | ગ્રંથોનું સર્જન અને સંપાદન પ્રતિભાપુંજમાંથી પ્રગટતા પ્રકાશથી અનેક ક્ષેત્રોમાં કર્યું છે. અજવાળાં પથરાયાં છે. ગુજરાતી ભાષાનું પ્રભાત કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર. ભારતભરના સારસ્વત દિગ્ગજોની પંક્તિમાં સ્થાન ધરાવે તેવો ગુજરાતી વિદ્વત્તાનો અપ્રતિમ માનદંડ શ્રી હેમચંદ્રાચાર્યથી સ્થપાય છે. આથી સવાલ એ જાગે છે કે એમને જ્યોતિર્ધર કહેવા કે યુપ્રવર્તક ગણવા? મહાસમર્થ સારસ્વત કહેવા કે જીવનકલાધર કહેવા? સમન્વયદષ્ટિ ધરાવતા મહાન આચાર્ય ગણવા કે પછી ભરપૂર ગુજરાતી પ્રજાની સૂતેલી અસ્મિતાને જગાડનારા લોકનાયક કહેવા? શ્રી હેમચંદ્રાચાર્યની શ્રપ્રભાવનાનું વિષયવૈવિધ્ય આશ્ચર્યકારક લાગે છે. કાવ્ય, ન્યાય, કોશ, યોગ, છંદ, અલંકાર ઈતિહાસ, પુરાણ અને વ્યાકરણ - એમ અનેક વિષયો પર એમણે શાસ્ત્રીય પાંડિત્યપૂર્ણ ગ્રંથોની રચના કરી છે. આ ગ્રંથોમાંથી એ પણ ખયાલ આવે છે કે તેઓ મંત્ર, તંત્ર, શિલ્પ, વૈદક, યંત્ર, જ્યોતિષ, યુદ્ધશારા, વન્દ્રપતિવિદ્યા, સામુદ્રિકશાસ્ત્ર, રસાયણશાસ, રત્નવિદ્યા વગેરે અને મર્મગામી ભાવયિત્રી પ્રતિભા વિના આટલું વિપુલ અને સત્ત્વશીલ સાહિત્ય એક વ્યક્તિના જીવનકાળ દરમિયાન સર્જાયું લગભગ અશક્ય છે. વિદ્યાભ્યાસ, વિચારોની વિશદતા જાળવીને વિષયની સચોટ અને સાંગોપાંગ ચર્ચા થાય તેવી ઓજસ્વી આલેખનારીતિનું આયોજન એમણે કરેલી ગ્રંથરચનામાં સામાન્યતયા જોવા મળે છે. સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, અપભ્રંશ અને દેશ્ય ભાષાના વમયમાં પણ એમની લેખિનીએ સહજ વિહાર કરેલો છે. એમનું પ્રાકૃત વ્યાકરણ તો સમગ્ર ભારતીય વાડ્મયમાં એ વિષયના અપૂર્વ અને અનન્ય ગ્રંથ તરીકે આદર પામ્યું છે. તેમણે CCC જ્ઞાનધારા CCC એમાં બધા પ્રકારની પ્રાકૃતને લગતું વ્યાકરણ આપ્યું. તેમણે સ્વરચિત કૃતિઓ પર વિસ્તૃત સ્વોપકા ટીકા લખી છે. લુપ્ત થયેલા સાહિત્યમાંથી અનેક અવતરણો ટાંકીને એમણે લોકસાહિત્યની હદયપર્શિતાનો સર્વપ્રથમ સંકેત આપ્યો. અનુગામીઓને માટે ગહન વિષયને સુગમ રીતે આયોજનબદ્ધ પદ્ધતિએ આલેખવાનો આદર્શ તેમણે પૂરો પાડયો એમ કહી શકાય. તેમની આ ખાસિયત વિશદ્ ભાષા, પ્રાસાદિક રૌલી અને વિષયોનો સર્વગ્રાહી પરિચય આપતા મીમાંસાગ્રંથોમાં ખાસ ધ્યાન ખેંચે છે. ‘સિદ્ધહેમશબ્દાનુશાસન', 'દ્વયાશ્રય’ મહાકાવ્ય કે ‘ત્રિષષ્ટિશલાકાપુરષચરિત' જેવા વિશાળકાય ગ્રંથો તો એમના પ્રતિભાતંભ જેવા છે, પણ *અન્યયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકા' જેવા બત્રીસ શ્લોકના નાના સ્તુતિકાવ્યમાં પણ એમની પ્રતિભાનાં લિંગોનો સ્પર્શ થયા વિના રહેતો નથી. ગુજરાતની ભૂખીસૂકી ભૂમિ પર હેમચંદ્રાચાર્યે આમ સરસ્વતીનો ધોધ વહેવડાવ્યો અને ભવિષ્યમાં ઊઘડનારી ગુજરાતી ભાષાનાં બીજને તત્કાલીન બોલાતી ભાષાના જલસિંચન સાથે જ્ઞાન, વિદ્વત્તા, શાસ્ત્રીયતાનો પુટ ચડાવ્યો એ મોટા સભાગ્યની વાત છે. મૈત્રકવંશનો રાજા ગુહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ - એમ ત્રણેય ભાષામાં રચના કરતો હતો તેવા ઉલ્લેખો સાંપડે છે. શ્રી હેમચંદ્રાચાર્યના આ ત્રણે ભાષામાં રચાયેલા ગ્રંથો તો મળે છે, પણ એથીય વિશેષ તેમણે આ ત્રણેય ભાષાના કોશ અને વ્યાકરણ રચીને અનન્ય અભ્યાસસાધન સુલભ કરી આપ્યું. આને પરિણામે જૈનેતર વિદ્વાનોમાં પણ શ્રી હેમચંદ્રાચાર્યની કૃતિઓ આદર પામી. છંદશાસ્ત્રના ટીકાકાર હલાયુધ જેવા તો શ્રી હેમચંદ્રાચાર્યની કૃતિઓના સીધેસીધા ગ્રંથસંદર્ભો જ ટકે છે. સાહિત્ય અને ઈતિહાસ, શાસ્ત્ર અને કળા, વ્યાકરણ અને તર્ક, ધર્મ અને વ્યવહાર, સાધુતા અને સરસતા તથા રાજા અને પ્રજા એમ વિભિન્ન સ્તરે સહજ સમન્વય સાધી બતાવનાર સંકરશિલ્પી એટલે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચં. આથી જ ધૂમકેતુ એમના શ્રી હેમચંદ્રાચાર્ય (પૃ. ૭-૮)માં નોંધે છે - શ્રી હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાનો જન્મ કરી શકાતો નથી; એમના વિના વર્ષો સુધી ગુજરાતને જાગ્રત રાખનારી સંસ્કારિતા ક૯પી શકાતી નથી અને એમના વિના ગુજરાતી પ્રજાનાં ખાસ લક્ષણો - સમન્વય, વિવેક, અહિંસા, પ્રેમ,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 137