Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
અમને પહેલેથી જે સક્રિય સહકાર તથા સતત માર્ગદર્શન મળેલ છે તેને માટે અમે એ વિભાગના કાર્યકરોને હાર્દિક આભાર માનીએ છીએ.
* ગુજરાતને લાંબા વખતથી લાગતા એક મોટા ઈસિતને ફલિત કરતી આ યોજનાને પાર પાડવામાં રાજ્ય સરકારનું સક્રિય પ્રોત્સાહન હમેશાં ચાલુ રહેશે એવી આશા રાખીએ છીએ.
અમારી આ પેજના અંગે કિંમતી સલાહસૂચને આપવા માટે સલાહકાર સમિતિના સર્વ વિદ્વાન સભ્યને ઉપકાર માનીએ છીએ.
અમારા આમંત્રણને સ્વીકાર કરી જે અનેક વિદ્વાનોએ આ ગ્રંથનાં પ્રકરણ તથા પરિશિષ્ટ તૈયાર કરી આપ્યાં છે તે સહુનો અમે હાર્દિક આભાર માનીએ છીએ. ગુજરાતના સર્વાગી ઇતિહાસની આ યોજનાની સફળતાને મુખ્ય આધાર એવા સહુ તજજ્ઞ વિદ્વાનોના સહકાર પર રહેલે છે.
અમારા સંપાદનકાર્યમાં તેમજ પ્રફવાચનના કાર્યમાં અમારા સહ-કાર્યકર અધ્યા. કેશવરામ કા. શાસ્ત્રીએ બધો વખત સક્રિય સાથ આપ્યો છે તથા નકશાઓ, આલેખે, ફેટેગ્રાફ વગેરે બાબતમાં ડો. કાંતિલાલ . સોમપુરાએ સક્રિય મદદ કરી છે તેની અહીં કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઈએ છીએ.
ફેટોગ્રાફ તથા બ્લોકે માટે અમને જે સંસ્થાઓ તથા વ્યક્તિઓના સૈન્યનો લાભ મળ્યો છે તેઓને અમે અન્યત્ર ત્રણસ્વીકાર કર્યો છે. આ ગ્રંથમાં પ્રકાશિત થયેલાં તમામ ચિત્રો માટે ભારત સરકારનાં તથા રાજય સરકારનાં લાગતા વળગતાં ખાતાઓના સૌજન્યની સાભાર નોંધ લઈએ છીએ.
ગુજરાતની શૈક્ષણિક તથા સાહિત્યિક સંસ્થાઓ તેમજ ઇતિહાસરસિક વ્યક્તિઓ આ ગ્રંથમાલાને સક્રિય આવકાર આપશે તો આ પેજનાને વિશેષ પ્રોત્સાહન મળશે.
-ભો. જે. અ. સં. વિદ્યાભવન,
૨. છો. માર્ગ,
અમદાવાદ-૯ તા. ૩૦-૩–૧૯૭૧
રસિકલાલ છે. પરીખ હરિપ્રસાદ ગં. શાસ્ત્રી
સંપાદક