Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 12
________________ કૃત્રિમ એકવાક્યતા સાધવી ઉચિત ન ગણાય; હમેશાં એ પ્રામાણિક રીતે સાધી શકાય પણ નહિ. આથી આ પ્રકરણોમાં જુદા જુદા વિદ્વાનોએ આપેલાં મંતવ્ય તે તે વિદ્વાનનાં છે એ ખ્યાલમાં રાખવું ઘટે; સંપાદકોને એ સર્વ મંતવ્ય સ્વીકાર્ય છે એમ માની લેવું નહિ. છેલ્લા ત્રણ ચાર દાયકાઓમાં ગુજરાતના ઈતિહાસ વિશે વિપુલ સામગ્રી ઉપલબ્ધ થઈ છે ને એ ઈતિહાસના સંશોધનના ક્ષેત્રમાં અનેક ઉત્સાહી વિદ્વાનો સક્રિય કાર્ય કરી રહ્યા છે. આ ગ્રંથમાલામાં એ સર્વવિધ સામગ્રીનો તથા સંશોધકે પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ લેવાને યથાશક્ય પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાલામાં ઈતિહાસ અને સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓનું સંકલિત નિરૂપણ કરવાનું જોયું છે એ એનું વિશિષ્ટ લક્ષણ છે. છતાં વિગતોની બાબતમાં આ ગ્રંથનાં પ્રકરણોમાં બધી માહિતી અપેક્ષિત નથી; ગ્રંથની પૃષ્ઠસંખ્યાની મર્યાદાને અનુલક્ષીને મુખ્ય માહિતી સંક્ષેપમાં આપેલી છે. એમાંની કોઈ બાબત વિશે જેમને વિશેષ જિજ્ઞાસા હોય તેમને ગ્રંથને અંતે આપવામાં આવેલી સંદર્ભસૂચિ ઉપયોગી નીવડશે. (૪) આ ગ્રંથમાલામાં ગ્રંથ ૧ અને ૨ ની કાર્યવાહી સાથે સાથે શરૂ થઈ. એમાં ગ્રંથ ૨ કંઈક વહેલે તૈયાર થયો ને કંઈક વહેલે છપાઈ રહ્યો. ગ્રંથ ૧ પણ પ્રકાશિત થવાની તૈયારીમાં છે. આ ગ્રંથ ર મૌર્યકાલથી ગુપ્તકાલ સુધીના ઇતિહાસને આવરી લે છે. એમાં લગભગ ઈ. પૂ. ૩૨૨ થી લગભગ ઈ. સ. ૪૭૦ સુધીના અર્થાત લગભગ આઠ શતકના ઇતિહાસને સમાવેશ થાય છે. ગુજરાતને પ્રમાણિત રાજકીય ઈતિહાસ મૌર્યકાલથી શરૂ થાય છે. મૌર્યકાલ અને ક્ષત્રપકલ વચ્ચેના સમયને ઈતિહાસ હજી પૂરતા પ્રમાણમાં પ્રકાશમાં આવ્યો નથી. ઈસ્વી સનની પહેલી ચાર શતાબ્દીઓને આવરી લેતો ક્ષત્રપાલ ગુજરાતના પ્રાચીન ઈતિહાસને લાંબો મહત્ત્વને કાલ છે. એને લગતી અદ્યતન માહિતી આ ગ્રંથમાં વિગતે નિરૂપાઈ છે એ ખાસ નોંધપાત્ર છે. સાંસ્કૃતિક ઈતિહાસના તથા પુરાવસ્તુવિઘાના ખંડમાં આપેલી માહિતી પણ અહીં જ વિગતે સંકલિત થઈ છે. ૧ લા પ્રકરણમાં ઈતિહાસ-વિજ્ઞાનનું સ્વરૂપ તથા એનાં અન્વેષણ, સંશોધન અને નિરૂપણની પદ્ધતિનો સંક્ષિપ્ત ખ્યાલ અપાય છે. પછી ઇતિહાસની વિવિધ સાધનસામગ્રીને પરિચય ગ્રંથ ૨-૩-૪ ને લગતા સમગ્ર પ્રાચીન કાલને અનુલક્ષીને આપવામાં આવ્યું છે. ગ્રંથ ૨ ના કાળ દરમ્યાન ગુજરાતની રાજકીય

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 728