Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 10
________________ સાતમા દાયકા દરમ્યાન ગુજરાત યુનિવર્સિટીએ (આ ગ્રંથમાલાના દ્વિતીય સંપાદક પાસે) “ગુજરાતને પ્રાચીન ઇતિહાસ' શીર્ષક નીચે એના પ્રાચીન રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસની સળંગ રૂપરેખા નવેસર તૈયાર કરાવી ને એવી રીતે એના મધ્યકાલીન ઇતિહાસની રૂપરેખા નવેસર તૈયાર કરાવવાની કાર્યવાહી પણ આરંભી. ગુજરાત રાજ્યના યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાતના અર્વાચીન ઇતિહાસ વિશે પણ એવું પુસ્તક કરાવવાનું હાથમાં લીધું છે. ૧૯૪૭ માં આઝાદી મળતાં પુરાવસ્તુવિદ્યાની પ્રવૃત્તિઓને વેગ મળે ને ૧૯૬૦ માં ગુજરાત રાજ્ય રચાતાં ગુજરાતના ઇતિહાસ-પુરાવસ્તુ–સંશોધનને વધુ પ્રોત્સાહન પ્રાપ્ત થયું. (૩) ગુજરાતને સળંગ અને સર્વાગી ઈતિહાસ નવેસર તૈયાર કરવાને સમય પાકી ગયો હતો ને એ અંગે ગુજરાત રાજ્ય સરકારને વારંવાર વિનંતી કરવામાં આવતી હતી. સદ્ગત શ્રી. બળવંતરાય મહેતાએ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી તરીકે આ માગણીને સક્રિય આવકાર આપે ને પરિણામે ભો. જે. વિદ્યાભવને ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસની ગ્રંથમાલાની યોજના ઘડી. સરકારે આ ગ્રંથમાલાની યોજના મંજુર કરી ને ૧૯૬૭ ના નબરમાં એની કાર્યવાહી શરૂ થઈ જે. જે. વિદ્યાભવન ટ્રસ્ટ કાર્યવાહક સમિતિએ આ ગ્રંથમાલા માટે તા. ૫-૧૨-૧૯૬૭ની બેઠકમાં અમને સંપાદકો નીમી, નીચે જણાવેલા વિદ્વાનોની સમિતિ છે : 1. મુનિશ્રી જિનવિજયજી ૨. આચાર્યશ્રી ડોલરરાય રં. માંકડ ૩. ડૉ. હસમુખ ધી. સાંકળિયા ૪. ડૉ. ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા ૫. શ્રી. અનંતરાય મ. રાવળ ૬. આચાર્યશ્રી યશવંતભાઈ પ્રાણશંકર શુકલ છે. ડે. છોટુભાઈ ર. નાયક

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 728