Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 8
________________ વિશેષતાઓ રહેલી છે; શ્રેણીઓની પ્રથાઓથી માંડીને મહાજનના પ્રભાવવાળી રાજ્યશાસનની પદ્ધતિઓ સુધીના રાજ્યતંત્રની પણ ખાસિયતો ગુજરાતમાં આવેલી છે. આ બધાં વહનને જીવનના એક મહા પ્રવહણરૂપે ગુજરાતે કેવી રીતે વહેવરાવ્યાં છે એ એના ઇતિહાસને વિષય છે. (૨). ગુજરાતનો પ્રાદેશિક ઇતિહાસ ઘણો લાંબો છે; આ પ્રદેશને માટે ગુજરાત નામ પ્રયોજાયું તે પહેલાં એ ઘણો વહેલે શરૂ થાય છે. પુરાણોએ જાળવેલી રાજવંશાવળીઓ અને રાજવંસ્થાનુચરિતમાં આ પ્રદેશના વૃત્તાંતમાં શાયતો તથા યાદવોની થોડી પેઢીઓને જ વૃત્તાંત ઉપલબ્ધ છે. ઐતિહાસિક કાલના રાજવંશના વૃત્તાંતનાં પગરણ આચાર્ય હેમચંદ્રના સંસ્કૃત થાશ્રય કાવ્યથી થાય છે. રાણું વિરધવલના મહામાત્ય વસ્તુપાલના પ્રશંસક સોમેશ્વર વગેરેએ વસ્તુપાલચરિતની ભૂમિકારૂપે મૂલરાજ ૧ લાથી માંડીને રાણા વિરધવલ સુધીના ચૌલુક્ય યાને સોલંકી રાજાઓના ચરિતની રૂપરેખા આલેખી. એમાંના અરિસિંહ તથા ઉદયપ્રભસૂરિએ તે અણહિલ્લ પાટકને અનુલક્ષીને ચૌલુક્ય વંશની પહેલાંના ચાપોત્કટ (ચાવડા) વંશનીય રૂપરેખા ઉમેરી. જૈન પ્રબંધસંગ્રહોમાં વનરાજનીય પહેલાંના કેટલાક તેમજ વીરધવલનીય પછીના રાજાઓને લગતા વૃત્તાંત ગ્રંથસ્થ થયા. | ગુજરાતની સલતનતના અમલ દરમ્યાન ઘણું સુલતાનોને લગતા છૂટક ઇતિહાસ લખાયા. એમાં “મિરાતે સિકંદરી', “ઝફ-ઉલ વાલીહ બી મુઝફ્ફર વ આલીહ' અને “મિરાતે અહમદી' જેવા સળંગ વંશ-ઈતિહાસ પણ નિરૂપાયા. આમાંના છેલ્લા ગ્રંથમાં તે ચાવડા-સોલંકી વંશને પૂર્વ વૃત્તાંત ઉમેરીને લગભગ એક સહસ્ત્રાબ્દીના ઈતિહાસને આવરી લેવામાં આવ્યું. મરાઠા કાલમાં જૈન અનુશ્રુતિ અનુસાર ગુજરદેશ-ભૂપાવલીઓને પણ સંગ્રહ થયો. બ્રિટિશ અમલ શરૂ થતાં એદલજી ડોસાભાઈ જેવા વિદ્વાનોએ ગુજરાતનો ઈતિહાસ તૈયાર કર્યો, પણ મોટે ભાગે “મિરાતે અહમદી'ના આધારે. સ્થાનિક અનુશ્રુતિઓ તથા ઉપલબ્ધ પ્રાચીન સાહિત્ય અને અભિલેખોની સામગ્રીની તપાસ કરીને એમાંથી મળતા વૃત્તાંતોનું સંકલન કરી ગુજરાતનો ઇતિહાસ નવેસર તૈયાર કરવાને આદરણીય પ્રયત્ન ફૉન્સે કર્યો, જે Rasa-Mala(રાસમાળા)ના નામે ૧૮૫૬માં પ્રકાશિત થયે. મુંબઈ ઇલાકાના

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 728