Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 9
________________ ગુજરાતના જિલ્લાઓના ગૅઝેટિયરના પ્રકાશિત ગ્રંથેા પરથી કવિ નદાશ કરે ‘ગુજરાત–સÖસંગ્રહ' (૧૮૮૭) તૈયાર કર્યાં, તેમાંના ‘ઇતિહાસ''ના પ્રકરણમાં જિલ્લાવાર ગ્રંથાનાં ઋતિહાસપ્રકરણામાં આપેલી માહિતીનું સંકલન થયું, પરંતુ અભિલેખા, સિક્કા, સ્થળતપાસ અને ઉત્ખનના પરથી મળતી પુરાવસ્તુકીય માહિતી ત્યાદિ વધુ પ્રમાણિત સાધનાનાં અન્વેષણ તથા સ ંશાધનને આધારે ગુજરાતના સળંગ સમીક્ષિત ઋતિહાસ તૈયાર થયા, મુંબઈ ઈલાકાના ગૅઝેટિયરના ગ્રંથ ૧ નિમિત્તે, જે જિલ્લાવાર ગૅઝેટિયરાના બધા ગ્રંથા પછી છેક ૧૮૯૬ માં પ્રકાશિત થયા. એમાં પ્રાચીન કાલના ઇતિહાસ ગુજરાતના આદ્ય અને મહાન પુરાતત્ત્વવિદ ડો. ભગવાનલાલ ઇંદ્રજીએ એ માટે તૈયાર કરેલી સામગ્રી પરથી એમના અકાળ અવસાન પછી ભેંસને અંગ્રેજીમાં તૈયાર કરેલા. વીસમી સદીના ચેાથા દાયકા દરમ્યાન શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રીએ ચાવડા અને સાલકી કાલનેા તથા પ્રેા. કામિસરિયેતે અંગ્રેજીમાં સલ્તનત-કાલના તિહાસ સ` ઉપલબ્ધ સાધનસામગ્રીને સ ંકલિત કરી નવેસર નિરૂપ્યા (૧૯૩૭– ૧૯૩૯). એ અરસામાં ‘કાવ્યાનુશાસન’નું સંપાદન કરતાં હેમચંદ્રાચાયના સમયની ઐતિહાસિક ભૂમિકા નિમિત્તે આ ગ્રંથમાલાના પ્રથમ સંપાદકે આરંભિક કાલથી હેમચદ્રાચાર્યના સમય સુધીના ઋતિહાસની સળંગ રૂપરેખા અંગ્રેજીમાં આલેખી. હવે ઇતિહાસના નિરૂપણમાં રાજકીય ઇતિહાસની સાથે સાથે સાંસ્કૃતિક ઇતિહાસનું મહત્ત્વ અંકાતું થયું હતું. એ પછીના દાયકા દરમ્યાન શ્રી (પછી ડૉ.) કનૈયાલાલ મુનશીની પ્રેરણાથી ભારતીય વિદ્યાભવને ‘ગુજરાતની કીર્તિગાથા 'ના ગ્રંથ ૧ તથા ૩ તૈયાર કરાવી પ્રકાશિત કર્યા, શ્રી. રત્નમણિરાવ ભીમરાવે ‘ગુજરાતને સાંસ્કૃતિક પ્રતિહાસ : ઇસ્લામ યુગ ' લખવા શરૂ કર્યાં, ગુજરાત વિદ્યાસભાએ પુરાણા અને જૈન આગમા જેવા આકર–ગ્રંથામાંથી ગુજરાતને લગતી માહિતી તારવવા માંડી અને ડૉ. સાંકળિયાએ ગુજરાતની પ્રાચીન આભિલેખિક સામગ્રીમાંથી ઐતિહાસિક તથા સાંસ્કૃતિક ભૂગાળ અને જાતિએ વિશેની માહિતી અંગ્રેજીમાં તારવી. છઠ્ઠા દાયકામાં ગુજરાતના મૈત્રકકાલીન ઋતિહાસ વિશે એ ગ્રંથ ( એક ગુજરાતીમાં અને એક અંગ્રેજીમાં, જેમાંના ગુજરાતી ગ્રંથ. આ ગ્રંથમાલાના દ્વિતીય સોંપાદકે લખેલેા છે) પ્રસિદ્ધ થયા, ગુજરાતના ચૌલુકયો વિશે અંગ્રેજીમાં એક નવા ગ્ર ંથ બહાર પડચો, ગુજરાતના મુઘલકાલીન ઋતિહાસનેા ગ્રંથ અંગ્રેજીમાં પ્રકાશિત થયા અને ‘ગુજરાતની સાલવારી 'ને પ્રા–સેાંલંકીકાલને લગતા ગ્રંથ અંગ્રેજીમાં પ્રગટ થયા.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 728