SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અમને પહેલેથી જે સક્રિય સહકાર તથા સતત માર્ગદર્શન મળેલ છે તેને માટે અમે એ વિભાગના કાર્યકરોને હાર્દિક આભાર માનીએ છીએ. * ગુજરાતને લાંબા વખતથી લાગતા એક મોટા ઈસિતને ફલિત કરતી આ યોજનાને પાર પાડવામાં રાજ્ય સરકારનું સક્રિય પ્રોત્સાહન હમેશાં ચાલુ રહેશે એવી આશા રાખીએ છીએ. અમારી આ પેજના અંગે કિંમતી સલાહસૂચને આપવા માટે સલાહકાર સમિતિના સર્વ વિદ્વાન સભ્યને ઉપકાર માનીએ છીએ. અમારા આમંત્રણને સ્વીકાર કરી જે અનેક વિદ્વાનોએ આ ગ્રંથનાં પ્રકરણ તથા પરિશિષ્ટ તૈયાર કરી આપ્યાં છે તે સહુનો અમે હાર્દિક આભાર માનીએ છીએ. ગુજરાતના સર્વાગી ઇતિહાસની આ યોજનાની સફળતાને મુખ્ય આધાર એવા સહુ તજજ્ઞ વિદ્વાનોના સહકાર પર રહેલે છે. અમારા સંપાદનકાર્યમાં તેમજ પ્રફવાચનના કાર્યમાં અમારા સહ-કાર્યકર અધ્યા. કેશવરામ કા. શાસ્ત્રીએ બધો વખત સક્રિય સાથ આપ્યો છે તથા નકશાઓ, આલેખે, ફેટેગ્રાફ વગેરે બાબતમાં ડો. કાંતિલાલ . સોમપુરાએ સક્રિય મદદ કરી છે તેની અહીં કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઈએ છીએ. ફેટોગ્રાફ તથા બ્લોકે માટે અમને જે સંસ્થાઓ તથા વ્યક્તિઓના સૈન્યનો લાભ મળ્યો છે તેઓને અમે અન્યત્ર ત્રણસ્વીકાર કર્યો છે. આ ગ્રંથમાં પ્રકાશિત થયેલાં તમામ ચિત્રો માટે ભારત સરકારનાં તથા રાજય સરકારનાં લાગતા વળગતાં ખાતાઓના સૌજન્યની સાભાર નોંધ લઈએ છીએ. ગુજરાતની શૈક્ષણિક તથા સાહિત્યિક સંસ્થાઓ તેમજ ઇતિહાસરસિક વ્યક્તિઓ આ ગ્રંથમાલાને સક્રિય આવકાર આપશે તો આ પેજનાને વિશેષ પ્રોત્સાહન મળશે. -ભો. જે. અ. સં. વિદ્યાભવન, ૨. છો. માર્ગ, અમદાવાદ-૯ તા. ૩૦-૩–૧૯૭૧ રસિકલાલ છે. પરીખ હરિપ્રસાદ ગં. શાસ્ત્રી સંપાદક
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy