________________
(તથા સાંસ્કૃતિક બાબતોનું મુખ્ય કેંદ્ર ગિરિનગરમાં રહેલું હોઈ ભૂમિકારૂપે એ નગરને પરિચય વિગતે આપવામાં આવ્યું છે. પ્રાચીન કાલનાં ઐતિહાસિક સ્થળ, જાતિઓ અને સંવત વગેરેને પરિચય ગ્રંથ ૧ ના અંતિમ ખંડમાં ભૂમિકારૂપે કરાવવામાં આવ્યા છે.
પ્રકરણ ૪ થી ૯ રાજકીય ઇતિહાસને આવરી લે છે, જેમાં મૌર્યકાલ, ક્ષત્રપકાલ અને ગુપ્તકાલ ખાસ નોંધપાત્ર છે. પ્રકરણ ૧૦ રાજ્યતંત્રની રૂપરેખા આલેખે છે. પ્રકરણ ૧૧ થી ૧૪ સાંસ્કૃતિક ઈતિહાસનાં વિવિધ પાસાઓનું નિરૂપણ કરે છે, જેમાં લિપિનું નિરૂપણ આ ગ્રંથમાં પ્રથમ વાર જ આપવામાં આવ્યું છે. પ્રકરણ ૧૫ થી ૧૭ પુરાવસ્તુવિદ્યાનાં વિવિધ પાસાંઓને આવરી લે છે.
પ્રકરણે પૂરાં થતાં ચાર પરિશિષ્ટ આપવામાં આવ્યાં છે. પરિશિષ્ટ ૧ માં સિંહપુરના સિંહલવંશને લગતી બૌદ્ધ અનુકૃતિ અને એમાં જણાવેલા સિંહપુરના સ્થળનિર્ણયને લગતાં મત-મતાંતરોની છણાવટ કરવામાં આવી છે, જ્યારે પરિશિષ્ટ ૪ માં આ કાલને લગતી અન્ય અનુકૃતિઓને પરિચય આપવામાં આવ્યું છે. મુંબઈ ઇલાકાના ગેઝેટિયરના પ્રથમ ગ્રંથમાં આપેલાં પરિશિષ્ટ પૈકીનાં બે પરિશિષ્ટ–એક ગ્રીક અને રેમન ઉલ્લેખોને લગતું અને બીજું જાવા અને કંબડિયા સાથેના સંબંધ વિશેનું–આ ગ્રંથના સંદર્ભમાં ઉપયોગી લાગવાથી અહીં એ બેઉને અનુવાદ આપવામાં આવ્યો છે.
વંશાવળીઓમાં ક્ષત્રપોની વંશાવળીઓ ખાસ નોંધપાત્ર છે.
સંદર્ભસૂચિના પ્રથમ ખંડમાં મૂળ સંદર્ભો તથા સર્વસામાન્ય અર્વાચીન સંદર્ભોની અને દ્વિતીય ખંડમાં તે તે પ્રકરણને લગતા વિશિષ્ટ અર્વાચીન સંદર્ભોની વિગતવાર સૂચિ આપવામાં આવી છે. શબ્દસૂચિમાં મનુષ્યો તથા સ્થળેનાં વિશેષ નામેની સૂચિ આપી છે.
અમારી આ આખી યેજનાનો મુખ્ય આધાર રાજ્ય સરકારના માતબર અનુદાન પર રહેલો છે. આ ગ્રંથમાલા તૈયાર કરાવી પ્રકાશિત કરવા માટે ૭૫% અનુદાન આપવાનું મંજૂર કરી ગુજરાત રાજ્ય સરકારે અમારી સંસ્થાને ઇતિહાસના વિષયમાં ગુજરાતની પ્રજાની તથા ગુજરાતી ભાષાની સેવા કરવાની આ જે મહાન તક આપી છે તેને માટે એને જેટલું આભાર માનીએ તેટલે ઓછો છે. ગુજરાત રાજ્યના ભાષાનિયામકશ્રીના વિભાગ તરફથી આ બાબતમાં