________________
ગ્રન્થયુગલ તેની (સદુઉપદેશન) નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર
એ લક્ષે સદ્ગુરુની નિષ્કારણ કરુણાના સ્તવનારૂપ નીચેનો શ્લેક અનુવાદક જણાવે છે –
कलिकालानले दग्धान जीवांस्त्र तुं समुद्यतः ।
राजचंद्र सुधासिधुनमस्तस्मै स्मराम्यहम् ।२।। દોહરો-કળિયુગ-ઝાળે દાઝતા, જીવ બચાવા કાજ;
સુદધિ સમ રાજચંદ્ર, નમું, સ્મરું, સુખ-સાજ. ૨
ભાવાર્થ :–“શાસ્ત્રોને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણાગ્ય કહ્યો છે, અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. જે કાળમાં અત્યંત દુર્લભ પણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા ગ્ય છે. જો કે સર્વ કાળને વિષે પરમાર્થપ્રાપ્તિ જેનાથી થાય છે, એવા પુરુષોને જેગ દુર્લભ જ છે, તથાપિ આવા કાળને વિષે તે અત્યંત દુર્લભ હોય છે. જીની પરમાર્થવૃત્તિ ક્ષીણ પરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાની પુરુષના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે, એટલે પરમાર્થમાર્ગ અનુક્રમે વ્યવચછેદ થવા જેગ કાળ આવે છે.
આ કાળને વિષે અને તેમાં પણ હમણા લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદ સ્વામીના વખત સુધી મનુષ્યમાં જે સરળવૃત્તિ હતી, તે અને આજની સરળવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org