________________
સમાધિશતક-વિવેચન
૧૫૧ રહ્યો, તથાપિ આત્માથી “આ મારું છે' એ વિકલ્પ કેવળ સમાઈ ગયે; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગેચર પદમાં લીનતા થઈ....
અનંત કાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલેકનાદિ કાર્ય કર્યા છતાં, સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ.
સમજાવા અને શમાવાનું જે કઈ ઐક્ય કરે, તે સ્વાનુભવ–પદમાં વર્તે તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્ગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જ નહીં, જાણ વાને પ્રતિબંધક અસત્સંગ, સ્વછંદ અને અવિચાર તેને રોધ કર્યો નહીં જેથી સમજાવું અને શમાવું તથા બેયનું ઐક્ય ન બન્યું એ નિશ્ચય પ્રસિદ્ધ છે.
અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તે જીવ સમજીને શમાય, એ નિઃસંદેહ છે.
અનંત જ્ઞાની પુરુષ અનુભવ કરેલે એ આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્દવિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે અને નિઃસંદેહ છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર મુનિને દેહ પ્રત્યે પ્રેમ વર્તતે હોય તે કેમ દૂર થાય, તેને ઉપાય અનુભવી યેગી પુરુષ પ્રદર્શિત કરે છે –
यत्र काये मुनेः प्रेम ततः प्रच्याव्य देहिनम् । बुद्ध्या तदुत्तमे कार्य योजयेत्प्रेम नश्यति ॥४०।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org