________________
સમાધિશતક–વિવેચન
નથી. માટે અચેતન એવા આ દૃશ્ય જગતમાં ક્યાંય રાગ કે દ્વેષ વિચારવાન જીવે કરવા ઘટતા નથી.
કાઈ કહે કે ભલે અચેતન પદાર્થા પ્રત્યે પ્રેમ કે દ્વેષ ન થાય, પણ ચેતન આત્માએ પ્રત્યે તે રાગદ્વેષ થવેા સંભવે છે. તેને ગ્રંથકાર યુક્તિપૂર્વક અંતરાત્માના મુખે ખેલાવે છે કે ચેતન તે અરૂપી પદાર્થ છે. જેમ આકાશ દેખાતું નથી તે તેની સાથે વાતચીત કે રાગ-દ્વેષ કરવા કેાઈ જતું નથી. તેમ આત્મા તેા ઇંદ્રિયાથી જાય તેવા પદાર્થ નથી. જે જણાય નહીં તેની સાથે શું વાત કરવી, કેવી રીતે પ્રીતિ માંધવી કે શા અર્થે દ્વેષ કરવા ?
૧૬૩
કાઈ કાઈ સ્થળામાં પવન જોશથી ચાલે ત્યારે અવાજ થાય છે, પણ ત્યાં કેાઈ તેના પ્રત્યે રાગ કરવા કે લહુ કરવા જતું નથી. તેમજ કોઇ આળકને ભૂતના વળગાડ હાય ત્યારે હસે કે ગાળા દે, પણ ભૂત દેખાતું નથી તેના પ્રત્યે કાર્ય રાગ-દ્વેષ કરતું નથી. જે દેખાય નહીં, એળખાય નહીં તેના પ્રત્યે પણ રાગ-દ્વેષ કરવા ઘટતા નથી.
માટે અંતરાત્મા કહે છે કે આ દૃશ્ય જગત જ્ઞાનશૂન્ય (અચેતન) છે તેથી તેના પ્રત્યે રાગદ્વેષ કરવા મને ઘટતો નથી. તથા ચેતન તે અરૂપી દ્રવ્ય છે. મને અલૈંદ્રિય જ્ઞાન નથી, તેથી અરૂપી ચેતન દૃશ્ય તેા છે નહીં, તે તેના પ્રત્યે રાગદ્વેષ ક્યાંથી થાય? માટે હું તે મધ્યસ્થ રહું છું એટલે જડ કે ચેતન કેાઈ પ્રત્યે રાગ કે દ્વેષની વૃત્તિ થતી નથી.
ગાથા ૧૮મીમાં ખેલવા સંબંધી મૌન થવા અર્થે વિવેચન કર્યું છે તેવું જ આ ગાથામાં રાગ-દ્વેષને ક્યાંય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org