________________
૧૯૧
સમાધિશતક-વિવેચન લાગે છે. તેથી તે દ્રશ્ય પદાર્થોમાં તેનું મન વારંવાર ભટક્યા કરે છે, તેમાં જ આનંદ અને સંતોષ માને છે. કારણકે આત્મા અતીંદિય હેવાથી ત્યાં તે દ્રષ્ટિ જતી નથી, તેની શ્રદ્ધા થઈ નથી, તે દિશા તેને માટે ખૂલી નથી. બાહ્ય વસ્તુઓનું માહામ્ય લાગેલું હોવાથી તથા તેની જ મીઠાશ વર્તતી હોવાથી તે મૂકી આત્માને વિચાર કરે, તેમાં રસ લે તે બહિરાત્માને અઘરું કામ લાગે છે, પારકું કામ હોય તેમ લાગે છે.
અંતરાત્માને બાહ્ય જગતનાં સુખે પરિણામે દુઃખ દેનારાં સમજાય છે, તેથી તે બાહ્ય પદાર્થોની ગડમથલ કે રમતમાં ખેતી થતી નથી, પરંતુ આત્માની અપૂર્વતા લાગી છે અને આત્મ–ઉપાસનાનું ફળ, સર્વ દુઃખથી મુક્તિ તથા અનંત સુખની પ્રાપ્તિ, સર્વ કાળ માટે છે, એવી શ્રદ્ધા થઈ છે તેથી જ્ઞાની આત્માના સસુખથી સંતુષ્ટ રહે છે, ઇંદ્રિયના વિષય–ભેગોને હિતકર નહીં માનતે હેવાથી ઈચ્છતે પણ નથી. પૂર્વ પુણ્યથી પ્રાપ્ત થયેલ ભેગમાં, વૈરાગ્યભાવના જાગ્રત હેવાથી, ઉદાસીનપણે વર્તે છે. અંતરાત્મા નિરંતર કષાયાદિ નિવારવા પુરુષાર્થ કરે છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર કષાય આત્માને કલેશ ઉપજાવે છે, તે મંદ પડે કે દૂર થાય તેટલી આત્મામાં શાંતિ કે સુખની છાયા વર્તે છે. પરિગ્રહ તથા તે વડે પ્રાપ્ત થતા વિષય-ભેગો એ જીવને સંતાપનું કારણ છે, ફિકર, પરાધીનતા અને ભવિષ્યના વિચારોમાં તાણું જઈ અશાંતિને પોષે છે; વૈરાગ્યને મંદ કરે છે કે દૂર કરે છે અને નવા ભવ ઊભા થાય તેવાં કારણે ઊભાં કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org