________________
૨૨૬
ગ્રન્થયુગલ અમારે શું કરવાનું છે તે કેઈથી કળાય તેવું નથી, અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ.”
--શ્રીમદ્ રાજચન્દ્ર પરમાર્થથી આત્મા જ આત્માને ગુરુ કે મોક્ષમાર્ગ દેરનાર છે, તે વિષે હવે ગ્રંથકાર આગળની ગાથા કહે છે –
नयत्यात्मानमात्मैव जन्मनिर्वाणमेव वा । गुरु गत्माऽऽत्मनस्तस्मान्नान्योऽस्ति परमार्थतः ॥७५॥ આત્માને મિક્ષ-સંસારે, આત્મા પિતે લઈ જતે; નિશ્ચયે સ્વગુરુ આત્મા, અન્ય ના ગુરુ આત્માને. ૭૫
ભાવાર્થ – વ્યવહાર નય અને નિશ્ચય નય, એમ નનું મુખ્યપણે વર્ણન બે પ્રકારે સ્વાવાદમાં પ્રસિદ્ધ છે.
વ્યવહાર નય વસ્તુનું પર અપેક્ષાપણે કે ભેદ પાડી બીજાને કઈ રીતે વસ્તુ સમજાય તેવું વર્ણન કરે છે, જેમકે આત્માને મનુષ્ય, પશુ, પક્ષી, દેવ કે નારકી રૂપે વર્ણન કરી દેહ તરફ દૃષ્ટિ કરાવી, દેહમાં રહેલા ચમત્કારી ગુપ્ત તત્ત્વનું જીવને માહાત્મ્ય લાગે તેવા પ્રયત્ન વ્યવહાર નય કરે છે, તેથી સામાન્ય જીવને અરૂપી પદાર્થની ઉપેક્ષા થયેલી હોવાથી, રૂપી તરફ દ્રષ્ટિ કરી અરૂપી પદાર્થને જાણવાની ઉત્કંઠા ઊપજે છે.
આટલા સુધી આવેલા જીવેને તેથી આગળ દ્રષ્ટિ કરાવી મૂળ વસ્તુનું અખંડ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમ શાંતિનું કારણ છે, તે જ શાશ્વત નિજ સ્વરૂપ છે, તેનું ભાન કરાવનાર નિશ્ચય નય છે. એકલી વ્યવહારદ્રષ્ટિ સેવનાર પરમાર્થ પામી શકતા નથી, પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિ કરાવનાર જ્ઞાનીને
ગ થયે જ્ઞાનીનાં વચનેને આશય નિશ્ચયનયના અવલંબને હૃદયગત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org