________________
૨૮૪
ગ્રન્થ-યુગલ
“અનંત સૌખ્ય નામ દુ:ખ ત્યાં રહી ન મિત્રતા! અનંત દુ:ખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા !! ઉઘાડ ન્યાય–નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું, નિવૃત્તિ શીધ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.”
-શ્રીમદ્ રાજચંદ્ર હવે દેહને નાશ થાય તે પણ આત્માને નાશ થત નથી તે વાત ન્યાયપૂર્વક ગ્રંથકાર સાબિત કરે છે -
स्वप्ने दृष्टे विनष्टेऽपि न नाशोऽस्ति यथाऽऽत्मनः । तथा जागरदृष्टेऽपि विपर्यासाविशेषत: ॥१०१। સ્વપને દેહાદિ દીઠેલાં, વિનડ્યે આત્મનાશ ક્યાં ? જાગતાં તેમ દીઠેલાં – જાય, જે ભ્રાંતિ બેયમાં. ૧૦૧
ભાવાર્થ – આત્માને નિત્ય નહીં માનનાર દેહના વિગ વખતે આત્માને પણ નાશ માને છે, તે ભ્રાંતિ છે; એમ ગ્રંથકાર દ્રષ્ટાંત આપી સાબિત કરે છે.
સ્વમ આવે ત્યારે ઘર, નગર, શરીર આદિ પ્રત્યક્ષ દેખાય છે, જ્યારે જાગે ત્યારે તે ઘર, તે નગર કે તે શરીર આદિ જણાતાં નથી, નાશ પામી જાય છે, તે પણ સ્વમ અવસ્થા જેનાર અને જાગ્રત અવસ્થા જેનારને નાશ થતો નથી, એમ તે સર્વ જાણે છે. જે સ્વમ જોનાર જાગ્રત અવસ્થામાં પણ તેને તે ન હોય તે મને સ્વમ આવ્યું હતું એમ કેણ જાણે વા કહે? તેથી તે તે દશાઓને જાણનારે આત્મા નાશ પામતા નથી.
તેવી જ રીતે આ જાગતાં જે ઘર, નગર, ધન આદિ પદાર્થો દેખાય છે, તે પણ પાંચ-પચાસ વર્ષના લાંબા સ્વમ સમાન છે, આ દેહ આયુષ્ય પૂર્ણ થયે છૂટી જશે, આ ઘર,
છે નવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org