________________
સમાધિશતક-વિવેચન
૨૨૫
વાતને આગ્રહ થયે હોય છે કે થાય છે, એટલે લક્ષ રહે તે સંગનું ફળ કઈ રીતે થવું સંભવે છે.”
પિતાનું અથવા પારકું જેને કંઈ રહ્યું નથી એવી કોઈ દશા તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે, (આ દેહે છે), અને તેને લીધે પછાથી વતીએ છીએ. પૂર્વે જે જે વિદ્યા, બેધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે તે સઘળાં આ દેહે જ વિમરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી; અને તેને લીધે જ આમ વર્તીએ છીએ. તથાપિ આપની અધિક આકુળતા જોઈ કંઈ કંઈ આપને ઉત્તર આપ પડ્યો છે તે પણ સ્વેચ્છાથી નથી.”
-શ્રીમદ્ રાજચંદ્ર આ દેહમાં આત્મભાવના એ અન્ય દેહમાં પ્રવેશ કરવાનું કારણ છે અને આત્મામાં જ આત્મભાવના તે અશરીરી (સિદ્ધ) બનવાનું બીજ છે. આ ગાથાનો આ ભાવ સ્પષ્ટ કરતા હોય તેમ શ્રીમદ્ રાજચંદ્ર લખે છેઃ “શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગને સદાય આશ્રય રહે. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.”
“અમને કઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી, કેણ શત્રુ છે અને કેણુ મિત્ર છે, એની ખબર રખાતી નથી, અમે દેહધારી છીએ કે કેમ, તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ;
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW.