________________
સમાધિશતક-વિવેચન
૨૩૭ એ સહજ આત્મા સંપૂર્ણપણે પ્રગટે અને અવિનાશી પદની સદાને માટે પ્રાપ્તિ થાય.
“સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે.
બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત” છે.
અટલ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસ ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પિતાને કંઈ પણ સંબંધ નહોતે એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાનને રૂપ સત્પરુને નમસ્કાર છે.”
-–શ્રીમદ્ રાજચંદ્ર આત્મજ્ઞાનની શરૂઆતમાં જગત જ્ઞાનીને કેવું ભાસે છે તથા આત્મ-અભ્યાસ બરાબર થયા પછી જગત કેવું ભાસે છે તે વિષે હવે ગ્રંથકાર વર્ણન કરે છે –
पूर्व दृष्टात्मतत्त्वस्य विभात्युन्मत्तवज्जगत् । स्वभ्यस्तात्मधियः पश्चात्काष्ठपाषाणरूपवत् ॥८०।। આત્મજ્ઞાની શરૂઆતે, દેખે ઉન્મત્તવત્ જગત્;
અભ્યાસે આત્મજ્ઞાનીને, ભાસે આ જગ કાષ્ઠવત્ . ૮૦ - ભાવાર્થ – ગાથા “પરમીમાં આત્મજ્ઞાનની શરૂઆત કે યોગની પ્રારંભ દશામાં પોતાને અંતરમાં વૃત્તિ ટકાવવામાં જોઈતું વીર્ય નથી હોતું તે પરિશ્રમ જેવું લાગે છે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org