________________
સમાધિશતક-વિવેચન
૧૫૩
તે સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. | હે જીવ ! અસમ્યફદર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, ત્યામહ અને ભય છે.
સમ્યક્દર્શનને ચેગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે.
હે સમ્યકદર્શની ! સચારિત્ર જ સમ્યક્દર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા.
જે પ્રમત્ત ભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તેને સુપ્રતીતિ હેતુ છે.
હે સમ્યકચારિત્રી! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણે અંતરાય હતે તે નિવૃત્ત થયે, તે હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે?” – શ્રીમદ્ રાજચંદ્ર
૩૩ મી ગાથામાં દેહથી ભિન્ન અને નિત્ય આત્મા ન જાણે તે ભારે તપ પણ મોક્ષ દઈ શકે નહીં એમ કહ્યું હતું, હવે નિદાનપૂર્વક દુઃખ ટાળવાને ઉપાય આત્મજ્ઞાન છે, માત્ર તપ નથી તે ફરી સ્પષ્ટપણે ગ્રંથકાર પ્રકાશે છે –
आत्मविभ्रमजं दुःखमात्मज्ञानात्प्रशाम्यति । नायतास्तत्र निर्वान्ति कृत्वाऽपि परमं तपः ॥४१।। આત્મબ્રાંતિ જણે દુઃખે, આત્મજ્ઞાન હણે, અહા ! જ્ઞાન અર્થે મથે ના તે, મેક્ષ દે ના તપો મહા. ૪૧
ભાવાર્થ – બુદ્ધધર્મમાં ચાર આર્ય સત્ય કહેવાય છેઃ દુઃખ, દુઃખનાં કારણ, સુખ, સુખનાં કારણ. તે જ વિચારણું પ્રેરતી આ ગાથા છે. દુઃખ શું? એમ કેઈ પૂછે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org