________________
સમાધિશતક-વિવેચન
૧૫૫
અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ કલેશ અને સર્વ દુઃખથી રહિત એ મોક્ષ થાય છે, એ વાત કેવળ સત્ય છે..
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.
કોઈ પણ તથારૂપ જેને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્મદજાગૃતિ થાય તે તેને મેક્ષ વિશેષ દૂર નથી.
અન્ય પરિણામમાં જેટલી તાદામ્યવૃત્તિ છે, એટલે જીવથી મોક્ષ દૂર છે.
જે કઈ આત્મજોગ બને તે આ મનુષ્યપણાનું મૂલ્ય કઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાચે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતું નથી એમ જાણું, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરે ઘટે.
વિચારની નિર્મળતાએ કરી જે આ જીવ અન્ય પરિચયથી પાછું વળે, તે સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે.”
-શ્રીમદ્ રાજચંદ્ર હવે બહિરાત્મા અને અંતરાત્મા શું શું ઈચ્છે છે તે જણાવે છે –
शुभं शरीरं दिव्यांश्च विषयानभिवांच्छति । उत्पन्नात्ममतिदेहे तत्त्वज्ञानी ततश्च्युतिम् ।।४२॥ દેહાત્મબુદ્ધિની ઈચ્છા, દિવ્ય દેહસુભેગની; તત્વજ્ઞાની તણી ઈચ્છા, દેહભેગ-વિયેગની. ૪૨
ભાવાર્થ :- આગળની ગાથામાં પરમ તપ તપવા છતાં બહિરાત્મા, આત્મજ્ઞાન નહીં હોવાથી, સર્વ દુઃખના આત્યંતિક વિયેગરૂપ મેક્ષ પામી શકતું નથી એમ કહ્યું. તે તેવા જીવે તપ કરીને શું ઈચ્છતા હશે, એમ પ્રશ્ન કેઈને થાય તેને ઉત્તર આ ગાથામાં ગ્રંથકાર જણાવે છે કે બહિરાત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org