________________
૯૦
ગ્રન્થ-યુગલ મનને પ્રાયે તે વિકાસ નથી હોતું કે મનુષ્યની પેઠે દુઃખનાં કારણે શોધી તેને દૂર કરવાના અનેક ઉપાયે યેજે, તથા બીજા પાસેથી બેધ પામવાને શેધ કરી, તેને વિચારી અનાદિની ભૂલ ટાળી આત્મભાનમાં આવે. તેથી તિર્યંચ દેહમાં રહેલે બહિરાત્મા પિતાને તિર્યંચરૂપ જ માને છે એમ કહ્યું.
નરદેહધારી કે તિર્યંચદેહધારી જીવોને શુભ વાતાવરણ અને સારા સંસ્કારને ચેગ બનતાં પુણ્ય ઉપાર્જન થાય તે ધર્મ કે પરોપકારને પ્રસંગ બનતાં તથા ઘણાં દુઃખ ભેગવતાં અકામ નિર્જરા થયે પણ દેવ-ગતિ પ્રાપ્ત થાય તે ત્યાં પણ બહિરાત્મા દેવના દેહને જ પોતાનું સ્વરૂપ માને છે. સુંદર કાંતિ, કળા, રૂ૫ આદિ પિતાનું સ્વરૂપ માની જીવ દેહભાવમાં જ મગ્ન રહે છે. દેવને દેહ પ્રાપ્ત થયે ઋદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય છે પણ અનાદિની ભૂલ જે દેહને આત્મા માનવાની, તે તે આત્મજ્ઞાની ગુરુની ઉપાસના વિના ત્યાં પણ ટળતી નથી. એ ભૂલ ન ટળે ત્યાં સુધી જન્મ-મરણ પણ ટળે નહીં. તેથી ચક્રની વાટની પેઠે ઊંચી ગતિ પલટાઈ, પાછું નીચી ગતિમાં પરિભ્રમણ થયા કરે છે. પુણ્યને લઈને દેવગતિ ઉચ્ચ કહેવાય છે, પરંતુ મેક્ષમાર્ગની અપેક્ષાએ મનુષ્યગતિ ઉત્તમ છે. કારણ કે મનુષ્યદેહ પ્રાપ્ત કરી એક્ષ-માર્ગનું આરાધન કરનાર જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, બીજી કોઈ ગતિથી બારેબાર મોક્ષે જવાતું નથી. મનુષ્ય થઈને જ મેક્ષે જવાય છે, તે જેને મનુષ્યભવ મળે છે, તેણે મેક્ષ પ્રાપ્ત કરવાનું જ મુખ્ય કાર્ય આરાધવા ગ્ય છે. બીજી ગતિમાં મોક્ષ-પ્રાપ્તિ થશે નહીં, એમ વિચારી, અપ્રમત્તપણે પ્રાપ્ત સંગોને ઉત્તમ ઉપયોગ કર્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org