________________
૧૧૪
ગ્રન્થયુગલ સર્વ પ્રકારે સર્વને જાણે છે એ જ એની ક્રિયા છે. આવું પોતાને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે તેવું છે. બીજાના કહ્યાથી કે દેખાડ્યાથી તે દેખાય તેવું નથી. હું સ્વ-સંવેદ્ય છું એમ અંતરાત્મા માને છે.
શ્રી બનારસીદાસ આ જ અદ્દભુત દશાની વાત શ્રી સમયસાર નાટકમાં જણાવે છે – १“जबहीतें चेतन विभावसों उलटि आपु,
समै पाई अपनो सुभाव गहि लीनो है; तबहीतें जो जो लेनेजोग सो सो सब लीनो, जो जो त्यागजोग सो सो सब छांडी दीनो है. लेवेकों न रही ठोर, त्यागीवेकों नाहीं और, बाकी कहा उबर्यो जु, कारज नवीन है, संगत्यागी, अंगत्यागी, वचन-तरंगत्यागी, मनत्यागी, बुद्धित्यागी, आपा शुद्ध कीनो है."
અંતરાત્મા, પિતાની ભ્રાંતિ ટળી તે પહેલાં કેવી રીતે પ્રવર્તતે હતો તે દ્રષ્ટાંતપૂર્વક વિતક વાર્તા જણાવે છે :
उत्पन्नपुरुषभ्रान्तेः स्थाणौ यद्विचेष्टितम् । तद्वन्मे चेष्टितं पूर्व देहादिष्वात्मविभ्रमात् ॥२१॥ દૂઠાને ભૂલથી માની- મનુષ્ય, જેમ વર્તતે પ્રત્યે તેમ પૂર્વે હું, દેહાદિ નિજ માનતે. ૨૧
૧ અર્થ : જ્યારથી ચેતન, એ કોઈ જોગ પ્રાપ્ત થયે, વિભાવથી વિમુખ થઈ પોતાના સ્વભાવમાં આવી ગયો, ત્યારથી તેણે જે જે લેવાયોગ્ય હતું તે સર્વ લઈ લીધું. જે જે તજવાયોગ્ય હતું તે બધું ત્યાગી દીધું હવે ક્યાંયથી કંઈ લેવા યોગ્ય રહ્યું નથી, અને તજવાયોગ્ય પણ કંઈ રહ્યું નથી, તો હવે શું બાકી રહ્યું કે કંઈ નવું કરે? સંગ, અંગ કે વચનવિલાસ, મન, બુદ્ધિ આદિનો ત્યાગી બનીને પોતે શુદ્ધ આત્મા થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org