________________
૧૪૦
ગ્રન્થયુગલ આમ સત્સંગ કે સત્સંગે થયેલી આજ્ઞા ઉપાસ્યા વિના દેષ ટળતા નથી; મેક્ષ થતો નથી. તેથી ગાથામાં કહ્યું કે દેહથી ભિન્ન, અવિનાશી, ઉપગસ્વરૂપ પરમાનંદમય આત્માને, ઇદ્રિ અને મનને રેકીને, જાણ નથી, તે ગમે તેવાં ભારે તપ તપે તેપણ મોક્ષ પામે નહીં.
- હવે આત્મજ્ઞાની ભારે તપ તપે તો પણ ખેદ કેમ પામતા નથી તે વિષે કહે છે –
आत्मदेहान्तरज्ञानजनितालादनिर्वृतः ।
तपसा दुष्कृतं घोरं भुजानोऽपि न खिद्यते ॥३४।। દેહથી ભિન્ન આત્માના, જ્ઞાનાનંદે પૂંરે સુખી; તપ-તાપ દહે પાપ- ઉગ્ર, તેયે ન તે દુઃખી. ૩૪
ભાવાર્થ – પરમાત્મસ્વરૂપનાં જેને દર્શન થયાં છે, તેને આનંદ જેણે અનુભવ્યો છે, તેને ત્રણે લેકનું રાજ્ય પણ જીર્ણ તૃણ તુલ્ય લાગે છે. જગતના જીવની પેઠે તે દેહના દુઃખે દુઃખી અને દેહના સુખે સુખી પિતાને માનતું નથી. સુખદુઃખની સમજણ તેની જુદી જાતની હોય છે. પરમાત્મતત્ત્વ પરમાનંદથી ભરપૂર છે એ અપક્ષ અનુભવ જેને થયા છે, તેને સુખ-દુઃખને આધાર પરવસ્તુ લાગતી નથી. આત્માને સુખ ગુણ વિપરીતપણે પરિણમે છે તે જ દુઃખ છે, એટલે સત્સુખની ઓળખાણ જેને થઈ છે તે તપને દુખનું કારણ કદી કપે નહીં
“સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહિયે; એ દૃષ્ટ આતમ-ગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહિયે રે
ભવિકા, વીર-વચન ચિત્ત ધરિયે.”
–શ્રી અશેવિજયજીકૃત આઠ દૃષ્ટિ
" "
"S.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org