________________
૧૪૨
ગ્રન્થ-યુગલ નહીં. આત્માના પરમાનંદને તજી દેહની સંભાળ લેવાને વિકલ્પ તેમને ઊગ્યે જ નહીં. દેહમાં વૃત્તિ હોય તે દુઃખ લાગ્યા વિના રહે નહીં, દુઃખ માને તે આર્તધ્યાન જરૂર થાય, આર્તધ્યાન થાય ત્યાં ધર્મધ્યાન કે શુક્લધ્યાન હેય નહીં, શુકલધ્યાન ન હોય તે કેવળજ્ઞાન થાય નહીં, કેવળજ્ઞાન ન થાય તે મેક્ષ થાય નહીં. પણ તેમને મેક્ષ થયે એમ શ્રી નેમિનાથે કહ્યું છે, તે તેમને દુઃખ નહોતું, ખેદ નહોતે એ સાવ સ્પષ્ટ સમજાય તેમ છે.
એ જ વાત વિશેષ સ્પષ્ટ કરવા ગ્રંથકાર કહે છે કે રાગ દ્વેષ ન થાય તે આત્મતત્વ તથા આત્મસુખનો અનુભવ થાય છે –
रागद्वेषादिकल्लोलैरलोलं यन्मनोजलम् । स पश्यत्यात्मनस्तत्त्वं तत्तत्त्वं नेतरो जनः ॥३५॥ રાગ-દ્વેષાદિ મેજથી, હાલે જે ના મને જળ તે આત્મતત્ત્વ તે દેખે, તે તત્વે અન્ય નિષ્ફળ. ૩૫
ભાવાર્થ – કઈ માણસને મજા વગરને દરિયે જેવાની ઈચ્છા થાય અને દરિયા કિનારે જઈને ઊભું રહે, તે તેને કઈ દિવસ મોજાં વગરને દરિયે જેવાને પ્રસંગ પ્રાપ્ત થવાનો સંભવ નથી. કેમકે પવન, ભરતી, ઓટ આદિ કારણે દરિયે ડોઘણે તે ઊછળતું જ રહે છે. એવું જ સંસારનું સ્વરૂપ છે. રાગ-દ્વેષનાં નિમિત્તોથી સંસાર ભરપૂર છે. ત્યાં વીતરાગતાનું દર્શન દુર્લભ છે. તેથી જેણે રાગ-દ્વેષ જીત્યા છે તેના બેધથી, સંગથી, તેની આજ્ઞા ઉપાસવાથી જીવ રાગ-દ્વેષ રહિત થઈ પોતાનું સ્વરૂપ અનુભવી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org