________________
ગ્રન્થ યુગલ
હવે વિક્ષેપવાળું અને વિક્ષેપ વગરનું ચિત્ત કેવું ફળ દે છે, તે વિષે ગ્રંથકાર કહે છે :~
૧૪૮
अपमानादयस्तस्य विक्षेपो यस्य चेतसः । नापमानादयस्तस्य न क्षेपो यस्य चेतसः ||३८|| અપમાનાદિ તે માને, વિક્ષેપી મન જેમનું; અપમાનાદેિના લેખે, અક્ષુબ્ધ મન જેમનું. ૩૮ ભાવાર્થ :-- જગતના સંકલ્પ-વિકાથી જેનું મન ભરપૂર છે, જે દેહને જ આત્મા માન્યા કરે છે, બીજાના દેહને જ બીજાનું સ્વરૂપ માને છે, દેહને અનુકૂળ થનારને મિત્ર માને છે, દેહ પ્રત્યે પ્રતિકૂળ વર્તનારને શત્રુ માને છે, જે માન, અપમાન, તિરસ્કાર, ગર્વ, ઈર્ષા, ખુશામત, સાહસ, યુદ્ધ, ઉત્સવ આદિ ભાવામાં તણાય છે, તે અહિરાત્મા છે; કારણકે તેનું મન અજ્ઞાન કે અવિદ્યાના સંસ્કારાથી વિક્ષેપવાળું છે. વિક્ષેપને વશ થઇ વૈર-વિરોધ, શત્રુ-મિત્ર આદિનાં ફળ જે કર્મ, તેના કર્તા બની જીવ ચારે ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે.
સદ્ગુરુ-યાગે જીવની દેવૃષ્ટિ ટળી આત્મવૃષ્ટિ થાય, તે તે શત્રુ મિત્ર, માન-અપમાન, લાભ-અલાભ આદિ સાંસારિક ભાવેાથી વિક્ષેપ પામના નથી. કારણ કે આત્માને હાનિ કરનાર ભાવાને ઓળખી, તેથી દૂર રહેવાના પુરુષાર્થ કરે છે. પોતાને દેહથી ભિન્ન જ્ઞાતા, દ્રષ્ટા, અવિનાશી, અસંગ સ્વરૂપે જે માને છે, તેને દેહનાં સગાં, શત્રુ, મિત્ર આદિનું માહાત્મ્ય મનમાં રહેતું નથી; તે ગમે તેમ એલે કે વર્તે તે પ્રત્યે તે આકર્ષાતે નથી, અપમાન માનતા નથી, અહંકાર કરતા નથી, કીર્તિની મધલાલસામાં લપટાતો નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org