________________
૧૩૪
ગ્રન્થ-યુગલ
Iી
જે સુ
હ
પરમ*
કારણ કે
સ્વાવલંબનથી આગળ વધવાને માર્ગ કે પરમાત્મપદમાં અભેદભાવની ઉપાસના કેમ કરવી તે કહે છે.
- સદ્ગુરુની આજ્ઞા આરાધતાં આરાધતાં આટલી હદ સુધી જે સુશિષ્ય આવ્યો છે તે જ પરમાત્મા સાથે અભેદ ભાવ આરાધે છે, “હું પરમાત્મા છું' એમ માનવામાં, પ્રકાશ વામાં તેને માનની પ્રેરણા નથી. કારણ કે ભક્તિ-માર્ગ માન મૂકવાને માર્ગ છે, ત્યાં અહંભાવનું દર્શન થતું નથી પણ સાચા સ્વરૂપનું જ દર્શન અટળ રહે છે.
જે પરમાત્મા છે તે જ હું છું અને જે હું છું તે જ પરમાત્મા છે. હવે મારે મારી જ ઉપાસના કર્તવ્ય છે. બીજાની ઉપાસનાની જરૂર નથી. આવી સ્થિતિ કે દશા જે મહાત્માની પ્રગટ થઈ છે તે વંદનીય છે, સત્કારવા યંગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે.
શ્રીમદ્ રાજચંદ્ર, સં. ૧૯૫૨ ચૈત્ર સુદ ત્રયોદશી શ્રી મહાવીર જયંતીને દિવસે અંગત લેખમાં લખે છે –
“જેની મેક્ષ સિવાય કઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મેક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનું હતું?
હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારે નિવાસ છે ત્યાં હવે તે લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારે પરમાનંદ છે.
કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવે, પિતાની મતિ કલ્પનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org