________________
૧૩૬
ગ્રન્થ-યુગલ
प्रच्याव्य विषयेभ्योऽहं मां मयैव मयि स्थितम् । बोधात्मानं प्रपन्नोऽस्मि परमानन्दनिर्वृतम् ॥ ३२ ॥
વિષયાથી કરી મુક્ત, મને મેં આત્મભાવથી; પરમાનંદથી પૂર્ણ— એધ રૂપે કરી સ્થિતિ. ૩ર ભાવાર્થ :— શ્રી શુકદેવજીની કથા એવી સંભળાય છે કે તે સંસ્કારી જીવ આજન્મ વૈરાગી હતા. વિચારણા જાગતાં તેમને આત્મનિર્ણય થયા અને સર્વોત્તમ વસ્તુ આત્મા છે એમ સમજાતાં, તેમણે આત્મા વિષે તેમના પિતા વેદવ્યાસજીને પ્રશ્ન કર્યા. શ્રી વ્યાસજીએ આત્માનું સ્વરૂપ સમજાવ્યું. તે સાંભળી શુકદેવજીને લાગ્યું કે આ તે હું જાણતા હતા. તેથી તેમને સામાન્યપણું લાગ્યું, કંઈ એધ સાંભળી પ્રક્રુદ્વિતતા થઈ જણાઈ નહીં. તેથી શ્રી વ્યાસજી સમજી ગયા અને શુકદેવજીને કહ્યું કે શ્રી જનક વિદેહી વિશેષ જ્ઞાની છે તેમની ઉપાસના કરવાથી તમને સંતાષ થશે. તે સાંભળી શુકદેવજી મિથિલા નગરી પહોંચ્યા. શ્રી જનક વિદેહીને ખબર પડી કે શુકદેવજી આત્મજ્ઞાન અર્થે આવ્યા છે. પણ તેમને લેવા તે સામા ગયા નહીં. દ્વારપાળ દ્વારા શુકદેવજીએ શ્રી જનક રાજાને મળવા વિનંતી કરી, ત્યારે તેમણે કહેવરાવ્યું કે ચેાખ્ખા થઈને આવે. શુકદેવજી સ્નાન કરીને આવ્યા અને ફરી ખબર માકલાવી, તે પણ તેના તે ઉત્તર ફરી મળ્યે, તેથી તે ફરી નાહી આવ્યા; પરંતુ ત્રીજી વખત પણ ચોખ્ખા થઈને આવવા શ્રી જનકે જણાવ્યું. તેથી તે વિચારમાં પડી ગયા કે શું કરવાથી ચાખ્ખા થવાતું હશે ? ઊંડા ઊતરી વિચારતાં તેમને સમજાયું કે આત્મજ્ઞાન અર્થે હું આવ્યો છું અને દેહને પવિત્ર કરવા નાહી આવ્યો એ મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org