________________
સમાધિશતક-વિવેચન
૧૨૯ એક વૃક્ષ ઉપર બે પક્ષીઓ વસે છે. એક નિર્લેપ, અસંગ-સ્વરૂપ છે; બીજું પક્ષી વૃક્ષનાં ફળ ખાય છે, આ ડાળથી આ ડાળ જાય છે. ગાય છે, અને કલેલ કરે છે, પણ પ્રથમ પક્ષી તરફ તેને લક્ષ, દૃષ્ટિ રહે છે.
આમ જીવ અથવા અંતરાત્મા શિવપદની ભાવના ભાવતાં દેહાદિ ક્રિયાઓમાં પ્રવર્તે છે તે ભાવના તેના ભવને નાશ કરનાર બને છે. “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળ જ્ઞાનરે.”
–શ્રીમદ્ રાજચંદ્ર મેક્ષમાર્ગમાં આત્મભાવના એ જ સત્ય પુરુષાર્થ છે. તેથી જ આ અમૂલ્ય અવસર, મોક્ષ મેળવવાની મોસમ, સફળ થાય તેમ છે. સર્વ બીજી બાબતે ગૌણ કરી એક આત્મભાવના પિષાય તેમ વર્તનાર પરમ પુરુષાર્થી, પરમ પૂજ્ય, અનુકરણીય છે. રુચિ અનુયાયી વીર્ય, ચરણ ધારા સધ.”
–ીમદ્ દેવચંદ્રજી ચારિત્ર કે આત્મસ્થિરતાનું કારણ સતુશ્રદ્ધા છે. તેથી ગ્રંથકાર બહિરાત્માને વિશ્વાસ ભયકર સમજાવી, તેને નિર્ભયપદ દર્શાવવા આગળની ગાથા પ્રકાશે છે –
मूढात्मा यत्र विश्वस्तस्ततो नान्यद्भय स्पदम् । यतो भीतस्ततो नान्यदभयस्थानमात्मनः ॥२६॥ મૂઢ વિશ્વાસ રાખે તે-વસ્તુથી વધુ ભીતિ ક્યાં? ડરે જેથી, વધુ ના કે, અભય સ્થાન આત્મનાં ૨૯
ભાવાર્થ –-પરમાત્મપદની ભાવનામાં સંકલ્પ-વિકલ્પ વિધરૂપ છે અને સંક૯પ-વિકલ્પનું કારણ બાહા જગતનું માહાસ્ય કે તેનો વિશ્વાસ એ છે. તે વિશ્વાસ કે ભયકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org