________________
૧૧૮
ગ્રન્થ-યુગલ બને છે. ટૂંકામાં તે મોક્ષમાર્ગી બને છે, આત્મભાવે સંસારને ઉપાસતે નથી, પણ સંસારપરિભ્રમણ પૂરું કરી, અનંત કાળ માટે આત્માના અનંત સુખમાં બિરાજમાન થવા તત્પર બને છે.
“પાણી માત્રના ચT, fiદ્રર્મવતિ તાણી' જેવી જેની ભાવના હોય તેવી તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે પ્રમાણે આત્મભાવના જેની સદાય રહે છે તેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. દેહને અર્થે જીવનારને અન્ય દેહ જરૂર પ્રાપ્ત થાય છે. દેહને પોતાનું સ્વરૂપ માન્યું હતું ત્યારે દેહ જ આત્માને સ્વામી બની, તેની પાસે દેહનાં કામ કરાવતે; હવે આત્માને પોતાનું સ્વરૂપ માનનાર અંતરાત્મા આત્માનાં કામ અર્થે દેહને વાપરે છે; જરૂર પડયે આહાર–પાણી, દવા, વગેરે વડે સંભાળ દેહની કરે છે, પણ તેને મેક્ષના સાધનમાં ઉપયોગી માની કરે છે.
- હવે પોતાનું સ્વરૂપ અનુભવાયાથી અંતરાત્મા “વોટ્ટ સ્વરૂપ વિચારે છે –
येनात्मनाऽनुभूयेऽहमात्मनैवात्मनाऽऽत्मनि । सोऽहं न तन्न सा नासौ नैको न द्वौ न वा बहुः ॥२३।। આત્મા જે આત્મભાવે હું, આત્માનંદ અનુભવું,
તે હું, ના સ્ત્રી નપુંસક, ના નર, એક કે બહુ. ૨૩ ભાવાર્થ :– “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા નું કર્મ; નહિ ભોક્તા નું તેહને,એ જ ધર્મને મર્મ.”
–શ્રીમદ્ રાજચંદ્ર અંતરાત્માને દેહને આત્મા માનવાની ભ્રાંતિ છૂટી ગઈ હોવાથી, સદ્ગુરુ-ઉપદેશથી ઉપગ સ્વરૂપ અવિનાશી આત્માને આત્મા માને છે અને ઉપગ પ્રત્યે ઉપગને વાળીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org