________________
સમાધિશતક-વિવેચન
૧૦૭ ભાવાર્થ – ઇદ્રિયવિષયના ભેગે પ્રત્યે જેને વૈરાગ્ય જાગે છે, તેવા મુમુક્ષુ જીવને ગ્રંથકાર આગળની તૈયારી દર્શાવવા હવે કહે છેઃ ઇંદ્રિયના સંયમ સાથે વાણુના સંયમની પણ જરૂર છે. તે વાણું બે પ્રકારની છે. એક તે બીજાને સમજાવવા માટે વાજ્યાદિને ઉચ્ચાર થાય છે તે અથવા બીજા આપણને સમજાવવા જે શબ્દો ઉચ્ચારે છે તે આને બાહ્ય વાણી કહેવાય છે. આ વાણના કારણરૂપ મનની વચનરચનારૂપે પ્રવૃત્તિ કેઈને કહેતા પહેલાં આ વાત કરવી છે, આવી રીતે કરવી છે, આમ શંકા કરે તે તેને આ ઉત્તર આપ; આવી અંતર ગડમથલ અંતર્વાચારૂપે ગણાય છે. શાંત એકલા બેસીને કોઈ પાઠ બોલીએ, વિચારીએ તેમાં જે વાણીની પ્રવૃત્તિ અંતરમાં થાય છે, તે પણ અંતર્વાચા છે. બાહ્ય વાચા કરતાં અંતર્વાચાની પ્રવૃત્તિ લાંબી હોય છે. બાહ્ય બલવાના પ્રસંગે શેડ હોય છે, પણ અંતરંગ કલ્પનાજલપના તે નદીના પ્રવાહની પેઠે ચાલ્યા જ કરે છે.
જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ.”
-શ્રીમદ્ રાજચંદ્ર આમ બાહ્ય વાચા તથા અંતર્વાચા સંપૂર્ણ તજવી તે પરમાત્મપદરૂપી દો પ્રગટાવવાને ટૂંકે રસ્તે છે. આ પરમાત્મગની ઝાંખી કરાવી. વિષયભેગેનું બહિરાત્માને આકર્ષણ છે, તેટલું જ કે તેથી વિશેષ વચનચાતુરીને મેહ જીવને વર્તે છે. શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુપ્રાર્થનામાં જણાવ્યું છે:
તુજ વિયોગ સરતો નથી, વચન-નયન–ચમ નાંહિ; નહિ ઉદાસ અનભકતથી, તેમ ગૃહાદિક માંહિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org