________________
સમાધિશતક-વિવેચન
૧૦૩ મૂળ શોધી કાઢી, તે ઉખેડી નાખવા આચાર્ય, અત્યંત દુઃખી બહિરાત્માઓને, ભલામણ આગળના ગ્લૅકમાં કરે છે :
मूलं संसारदुःखस्य देह एवात्मधीस्ततः । त्यक्त्वनां प्रविशेदंतर्बहिरव्यापृतेन्द्रियः ॥१५॥ મૂળ સંસાર-દુઃખનું દેહમાં આત્મબુદ્ધિ તેતજી ઇંદ્રિય વ્યાપાર– બાહ્ય, અંતર પેસજે. ૧૫
ભાવાર્થ – સંસારચક કેમ પ્રવર્તે છે તેનો ખ્યાલ આપવા જ્ઞાની ગ્રંથકાર જણાવે છે કે “દેહ એ જ હું છું આવી બુદ્ધિ બહિરાત્માની હોવાથી તેને દેહદૃષ્ટિ કહેવાય છે. પૂર્વનાં બાંધેલાં કર્મ ભેગવવા આ દેહ ધરે પડ્યો. દેહની સાથે જ ઇંદ્રિયની રચના કર્માનુસાર થાય છે અને તે ઇંદ્રિયે બાહ્ય પદાર્થોના રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ ગ્રહણ કરવાની શક્તિવાળી હોવાથી, બાહ્ય પદાર્થોમાં પ્રવર્તે છે. તે નિમિત્તે મન ઈષ્ટ–અનિષ્ટપણું, સુખ-દુઃખની કલ્પના કરી કર્મ બાંધે છે. આમ ઈદ્રિય અને મનની મદદથી નવે દેહ પ્રાપ્ત થાય તેવા કર્મો જીવ કમાય છે. તેના ફળરૂપે આ દેહ છૂટે એટલે સંચિત કર્મો ભેગવાય તે દેહ જ્યાં પ્રાપ્ત થાય તેવી અનુકૂળતા હોય, ત્યાં જીવ જાય છે, ત્યાં દેહની રચના કરી તે દેહને પિતાનું સ્વરૂપ માને છે, જે ઇંદ્રિયની રચના કરી તેથી બાહ્ય જગતને જાણી સુખ-દુઃખ, ઈષ્ટઅનિષ્ટની કલ્પના કરી ફરી કર્મ બાંધે છે. તેના ફળરૂપે વળી બીજે દેહ ધારણ કરે પડે છે, ત્યાં પણ સંસારચક અખંડિતપણે ચલાવ્યા કરે છે. આ ધંધે બહિરાત્માને ઇઢિયેની બાહ્ય વિષમાં પ્રવૃત્તિ થતાં ચાલ્યા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org