________________
સમાધિશતક-વિવેચન
દેહને દેહરૂપે જાણે છે અને પેાતાના આત્માને પેાતાનું સ્વરૂપ માને છે; તેથી પરના દેહને પણ અચેતન દેહરૂપે માને છે અને પરના આત્માને જ તેના આત્મારૂપે સ્વીકારે છે. ભૂલની ગંભીરતા અને તેનું ભયંકર સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી જાને ચીલે જ પ્રવર્તતાં જીવ આનંદ માને છે. પણ સત્પુરુષ અને તેનાં વચનેામાં શ્રદ્ધા આવતાં ભૂલ કે અહિરાત્મપણું તેને ભયંકર ભાસે છે, પછી તેને ત્યાગ કરવા તે પ્રેરાય છે. એ જ ભૂલના વિસ્તારને ગાંડપણુરૂપે ગ્રંથકાર વર્ણવે છે :देहेष्वविदितात्मनाम् ।
स्वपराध्यवसायेन वर्तते विभ्रमः पुंसां पुत्रभार्यादिगोचरः ॥११॥ સ્વ-પર--દેહમાં આત્મા, અજ્ઞાની આમ માનતે; પડી વિભ્રમમાં પાતે, પુત્ર ભાર્યાદિ ભાવતા. ૧૧
ભાવાર્થ :~ આત્માનું જેમને જ્ઞાન, ઓળખાણુ નથી થયું, તેવા બહિરાત્મા પેાતાના દેહને પેાતાનું સ્વરૂપ માને છે અને પરના દેહને પરનું સ્વરૂપ માને છે; આને આધારે તેની બધી પ્રવૃત્તિ છે. આ માન્યતાને ગ્રંથકાર વિભ્રમ કહે છે એટલે તે વિપરીત નિશ્ચય, અસત્ય નિશ્ચય અથવા અવિદ્યા કે ગાંડપણુ ગણાય છે.
૯૫
જેમ કોઈ પુરુષનું ચિત્ત પરસ્ત્રીમાં ચાંટયું હાય તો તે અન્યાય, દુરાચારને જ સુખરૂપ ઉત્તમ માર્ગ, કર્તવ્યરૂપ સમજે છે, તેનું સમર્થન પણ કરે છે; લેાકેાની નિંદાને ગણે નહીં, નિંઢનારને દુશ્મન ગણે; પણ પેાતાનું વર્તન ખરાબ છે, એમ રાવણની પેઠે તેને સમજાતું નથી. આવી દશાને વિભ્રમ, ઉન્મત્તપણું કે વિપરીતપણું કહે છે. જ્ઞાની પુરુષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org